Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

સિકકીમ ગૌ આધારિત ખેતીમાં ઉચ્ચ સ્થાન મેળવવા સક્ષમઃ ડો. કથીરિયા

રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાએ સિકકીમની મુલાકાત વખતે ત્યાંના ગૌ સેવા સાથે સંકળાયેલા અગ્રણીઓ સાથે મુલાકાત કરેલ છે તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૭: ભારત સરકાર દ્વારા ગૌ માતા, ગૌ વંશનાં રક્ષણ, સંવર્ધન અને ગૌ સંસ્કૃતિનાં પુનઃસ્થાપન અર્થે રાષ્ટ્રિય કામધેનુ આયોગની સ્થાપના થઇ છે. આયોગના પ્રથમ અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથિરીયા અને આયોગની ટીમ દ્વારા વિશ્વભરમાં ભારતની દેશી કૂળની ગાય દ્વારા પ્રાપ્ત થતાં આરોગ્ય, આધ્યાત્મિક, આર્થિક, પર્યાવરણ, કૃષિ, ઉર્જા સહિતનાં અનેક ક્ષેત્રનાં લાભો અંગે સૌને માહિતી મળે, સૌ જાગૃત બને ગૌશાળાઓમાં પણ 'ગો ટુરિઝમ' ડેવલોપ થાય, ગાય આધારિત ઉદ્યોગોની સ્થાપના થકી ઋષિ-કૃષિ સંસ્કૃતિનું પુનઃ સ્થાપન થાય અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીનાં માધ્યમથી ખેડૂતોની આવક બમણી કરવાનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીનું સ્વપ્ત પણ ઝડપથી સાકાર થાય તે માટે અવિરત પ્રયત્નો થઇ રહ્યાં છે.

ડો. વલ્લભભાઇ કથીરીયાએ સિકિકમ રાજય ખાતે પ્રવાસ કર્યો હતો. સિકિકમમાં સિરી જાતિની ગાયના સંવર્ધન ફાર્મમાંથી એકને સેન્ટર ઓફ એકસેલસ્ તરીકે અપગ્રેડ કરી શકાય છે, તે માટેનો પ્રસ્તાવ ડો. કથીરીયાને સોંપવામાં આવ્યો છે. તેમણે તમામ સહયોગની ખાતરી રાષ્ટ્રીય કામધેનુ આયોગ વતી આપી હતી. આગામી દિવસોમાં ગૌ આધારીત અર્થકારણ અંગે વિશેષ મઅભ્યાસ કરવા માટે દિલ્હી તથા ગુજરાતની મુલાકાત સિકિકમના ઉચ્ચ અધીકારીઓ તથા પદાધીકારીઓ લેશે તેમ ડો. કથીરીયાએ જણાવ્યું હતું. સિકિકમ સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વમાં સજીવ ખેતી, ગૌ આધારીત ખેતીમાં ઉચ્ચ સ્થાન મેળવી શકશે.

(3:56 pm IST)