Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

૭૦ વર્ષના વૃધ્ધની હૃદયની અતિ ગંભીર બીમારીની વોકહાર્ટમાં સફળ સારવાર

કાર્ડીયોલોજીસ્ટ ડો.અભિષેક રાવલ અને ડો. ચિરાગ માત્રાવડીયાના પ્રયત્નો સફળ

રાજકોટઃ દર્દીની સફળ સારવાર કરનાર કાર્ડીયોલોજીસ્ટ ડો.અભિષેક રાવલ ક્રિટીકલ કેર હેડ ડો. ચિરાગ માત્રાવાડીયા નજરે પડે છે.

રાજકોટ,તા.૧૬: તાજેતરમાં મધ્ય પ્રદેશથી સૌરાષ્ટ્રની યાત્રાએ આવેલ શ્રી પુરૂષોતમભાઈ ખંડેલવાલ નામના ૭૦ વર્ષના એક વૃધ્ધને કાર્ડિયાક એરેસ્ટ થતા બેભાન હાલતમા વોકહાર્ટ હોસ્પીટલમા લાવવામા આવેલ ત્યારે ફરજ ઉપરના કાર્ડિયોલોજીસ્ટ ડો.અભિષેક રાવલે તપાસતા તેમન હૃદય બંધ પડી ગયેલ હાલતમા હત ત્યારે એક મિનીટનો પણ વિલંબ કર્યા વગર દર્દીને સી.પી.આર (કાર્ડિયો પલ્મોનરી રીસકસીટેશન) આપ્યું કાર્ડિયાક એરેસ્ટની આગળની સારવાર માટે દર્દીને આઈ.સી.યું મા દાખલ કરવામા આવ્યા.

ડો.અભિષેક રાવલના જણાવ્યા મજબ દર્દીના શરીરના અંગોને હૃદય થંભી જવાથી લોહી ન મળવાથી એસિડનું પ્રમાણ ઘણુ વધી ગયેલ.મગજને લોહી ન મળવાથી દર્દી બેભાન અવસ્થામા હતા. કાર્ડિયોલોજીસ્ટ ડો.અભિષેક રાવલ તથા ક્રિટીકલ કેર હેડ ડો.ચિરાગ માત્રાવડિયા અને ડો.ભાવિન ગોર ની દેખરેખ હેઠળની સારવારથી ઝડપથી એસિડનુ પ્રમાણ નિયંત્રણમા આવ્યું તથા દર્દી ફરી ભાનમા આવી ગયા.આ સાથે જ ડો.અભિષેક રાવલ દ્વારા એન્જીયોગ્રાફી કરાતા માલુમ પડયું કે હૃદયની સૌથી મુખ્ય નળી-લેફટ મેઈન કોરોનરી આર્ટરી મુખ આગળથી જ

૧૦૦%  બ્લોક હતી. આ નળી હૃદયના ૭૦% કરતા પણ વધુ ભાગને લોહી પહોચાડવાનુ કાર્ય કરે છે. ડો.અભિષેક રાવલના જણાવ્યા મુજબ હૃદયની નળીઓના બ્લોકમા આ સૌથી ગંભીર અને જીવલેણ બ્લોક હોય છે.સામાન્ય રીતે આવા બ્લોકમા બાયપાસન ઓપરેશન કરવામા આવતું હોય છે. પરંતું આ દર્દીની ગંભીર પરિસ્થિતી એટલે કે જીવલેણ અટેક,કાર્ડિયાક અરેસ્ટ,શરીરમા એસિડનુ પ્રમાણ વધુ,લો બી.પી તથા વૃધ્ધાવસ્થાને કારણે બાયપાસ કરના અતિજોખમી કે અશકય હત. આથી દર્દીના સ્થાનીક સગાઓ સાથે ચર્ચા કરી ઈન્ટ્રાએઓર્ટીક બલૂન પંપ તથા વેન્ટીલેટર સાથે લેફટ મેઈન કોરોનરી આર્ટરીની અતિ જટીલ એન્જીયોપ્લાસ્ટી ડો.રાવલ દ્વારા કરવામા આવી.

હોસ્પીટલના નિષ્ણાંત ડોકટરો ડો.રાવલ,ડો.માત્રાવડીયા,ડો.ગોરની ટીમની દેખરેખ હેઠળ દર્દીનુ સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરતું ગયું.વેન્ટીલેટર તથા બલુન પંપ થોડા દિવસમા હટાવી લેવાયું અને ૪-પ દિવસમા જ દર્દી ચાલી શકે, વાતો કરી શકે તેવી સ્થિતીમા આવી જતા ડિસ્ચાર્જ કરવામા આવ્યા.આ પ્રકારની કાર્ડિયાક એરેસ્ટની ગંભીર બિમારીમા પળવારના વિલંબ વગરની સારવાર અને વોકહાર્ટ હોસ્પીટલના તબીબો વચ્ચે સંકલન અને સમયસરની જટીલ એન્જીયોપ્લાસ્ટથી પ્રવાસી દર્દીનો જીવ બચાવી શકાયો હતો તેથી દર્દીના સ્થાનીક સગાવ્હાલાઓએ હોસ્પીટલના તબીબો અને સ્ટાફનો આભાર વ્યકત કરેલ.

(3:55 pm IST)