Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

કોરોના સાવચેતી માટે હોટલ-રેસ્ટોરન્ટને મ્યુ.કોર્પોરેશનની તાકિદ : માર્ગદર્શન અપાયું

રાજકોટ :  હાલ પ્રવર્તમાન નોવેલ કોરાના વાયરસ (COVID-19) ની પરિસ્થિતિની ધ્યાને લઇ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સૂચના મુજબ રાજકોટ મહાનગરપાલિકા ફુડ શાખા દ્વારા સાવચેતીના પગલારૂપે રાજકોટ શહેર ના વિવિધ વિસ્તારમાં આવેલ ૪પ હોટલ / રેસ્ટોરન્ટ સંચાલકોને તકેદારી માટે સ્થળ પર હેન્ડ સેનીટાઇઝર નો ઉપયોગ કરવા તેમજ વિદેશથી આવતા ગેસ્ટને થર્મલ બોડી સ્કેનર (કોન્ટેકટલેસ ઇન્ફ્રારેડ થર્મોમીટર) વડે થર્મલ સ્ક્રીનીગ કરી શંકાસ્પદ જણાતા મુલાકાતીઓ અંગે રાજકોટ મહાનગર પાલિકા આરોગ્ય શાખાને જાણ કરવા તથા કોરોના હેલ્પલાઇન નંબર ૧૦૪ નો ઉપયોગ કરવા તેમજ આ અંગેની ગાઇડલાઇન ને અનુસરવા  સુચના આપવામાં આવેલ છે.  તેમ મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(3:52 pm IST)