Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

કોરોનાના સંદર્ભે તાલુકા અને જિલ્લા કોર્ટોમાં પણ અરજન્ટ કેસોની જ સુનાવણી કરવા હાઈકોર્ટનો નિર્ણય

દરેક વકીલ મંડળોને સુચનાપત્રથી જાણ કરાઈ

રાજકોટ,તા.૧૭: કોરોના વાઈરસના સંદર્ભે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે સરકયુલર બહાર પાડીને હાઈકોર્ટ ઉપરાંત દરેક જિલ્લા કક્ષાની અને તાલુકા કક્ષાની કોર્ટોમાં પણ અરજન્ટ કાર્યવાહી કરવાનો જ આદેશ જારી કર્યો છે. કોરોનાની ગંભીરતાના મુદ્દે હાઈકોર્ટ અગાઉ ફકત હાઈકોર્ટમાં જ અરજન્ટ કાર્યવાહી થશે. તેવો નિર્ણય કર્યો હતો. પરંતુ લોકોની વધારે માત્રામાં અવર- જવર દરેક જિલ્લાની સ્થાનિક કોર્ટો જેમ કે તાલુકા અને જિલ્લાની કોર્ટોમાં લોકોની અવર-જવર વધુ હોય વકીલોની માંગણીને ધ્યાનમાં લઈને તાલુકા અને જિલ્લાકક્ષાની કોર્ટોમાં અરજન્ટ જ કેસો જેવા કે આગોતરા જામીન અરજી, રેગ્યુલર જામીન અરજી અને અરજન્ટ મનાઈ હુકમની કાર્યવાહી અદાલતમાં ૩૧ માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન રેગ્યુલર કેસો કોર્ટમાં ચાલતા હોય તેમાં પક્ષકારોની હાજરીની જરૂર રહેશે નહી અને  તેઓની ગેરહાજરી સબબ વોરંટ કે સમન્સ ઈસ્યુ કરવામાં આવશે નહીં.

(3:50 pm IST)