Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

નવો કોરોના વાઇરસઃ સાવધાની રાખો, ડર નહિ

દુનિયાભર માં નવા દેખાયેલા કોરોના વાઈરસ,કે જે કોવીડ ૧૯ તરીકે ઓળખાય છે,તેના ઉદભવ અને ઉપચાર માટે સતત સંશોધનો થઈ રહ્યા છે.પરંતુ આજ સુધી કોઈ ભરોસાપાત્ર ઉપચાર પ્રાપ્ય નથી થયો.આ વાઈરસ ભારતમાં દેખાતા દ્યણા લોકો તેના ઝડપથી ફેલાવાના ગુણધર્મને લીધે ડરી ગયા છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ચેપથી અસરગ્રસ્ત લોકોને અલગ કવોરેન્ટાઈનમાં રખાયા છે, માટે ડરવાની કોઈ જરૂર નથી. છતાં,તેનો વધારે ફેલાવો અટકાવવા માટે આપણે જરૂરી સાવધાની રાખવી જોઈએ.સ્વાસ્થ્ય અને આયુષ્ય સંબંધિત પારંપરિક ભારતીય વિજ્ઞાન આયુર્વેદ ''ઉપચાર કરતાં અટકા બહેતર છે'' એવા સિધ્ધાંત પર ભાર મુકે છે.આ સિધ્ધાંત પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિમાં પણ લાગુ પડે છે કે જયારે ઉપચાર કે રસી પ્રાપ્ય નથી.નાગરિક તરીકે આપણે જો કંઈ કરી શકીએ છીએ તો તે અટકાવ છે.

 નવા કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા માટે નિષ્ણાંતો કેટલાક જરૂરી અને સરળ તકેદારીના પગલાં લેવાની ભલામણ કરે છે.

 ભીડ અને સ્પર્શથી વેગળા રહોઃ કોરોનાનું જોર ઓછું ના થાય ત્યાં સુધી ભીડમાં જવાનું ટાળો. જવું જ પડે તેવું હોય તો ચહેરા પર માસ્ક પહેરો. છીંક અને ઉધરસ આવે તો સામાજિક આરોગ્યનું ધ્યાન રાખો. વારંવાર અને સંપૂર્ણરીતે હાથ ધુઓ. સાબુ અને પાણીનો ઉપયોગ કરો. પછીથી ચહેરો,આંખો અન્ને નાક ધુઓ તથા તમારું મોઢું પણ સાફ કરો કારણ કે કોરોના વાઈરસ શરીરમાં મ્યુકસ મેમબ્રેન દ્વારા પ્રવેશે છે,જે શરીરના આંખો,નાક,મોં તથા ગુહ્યાંગો જેવા પ્રવેશદ્વારમાં આવેલું હોય છે. આલ્કોહોલયુકત હેન્ડ સેનીટાઈઝરનો વારંવાર ઉપયોગ કરો અને લોકો તથા સપાટીના ઓછામાં ઓછા સંપર્કમાં આવો.જાહેર જગ્યાએ હોવ ત્યારે અથવા બહારથી પાછા આવો ત્યારે સાબુ અને પાણીથી હાથ ધોયા વગર આંખો,નાક કે મોંને અડો નહીં.જમતા પહેલા હાથ બરોબર ધુઓ.

   જાહેર જગ્યાઓએ બારણાના નોબ, હેન્ડલ,રેલીંગ વિગેરેને સ્પર્શ કરવાનું ટાળો.

 બહાર જમવાનું ટાળોઃ બહારના આઈસક્રીમ, કોલ્ડ ડ્રીકસ, સમારેલા ફળ અને ફૂટ જયુસ જેવા ઠંડા અને ઠારેલા ખોરાક ત્યજો.છુટકો ના હોય અને ખાવું જ પડે તો તાજા રાંધેલા ગરમ ખોરાક લો. સલાડ,કાચા ખોરાક,અધકચરા રાંધેલા કે બેક કરેલા ખોરાક લેવાનું ટાળો.તમે ઘરે ફળને બરોબર સાફ કરી અને છાલ ઉતારીને ખાઈ શકો છો.જક ફૂડ અને તળેલા ખોરાકથી દૂર રહેવાથી રોગ પ્રતિકારક શકિત અને સમગ્ર સ્વાસ્થ્ય માટે સારૂ રહેશે.

 રોગ પ્રતિકારક શકિત બચાવવાનું કાર્ય કરશેઃ ચેપી રોગોને લાગે વળગે છે ત્યાં સુધી સબળ રોગ પ્રતિકારક શકિત હંમેશાં ખૂબ ફાયદાકારક નીવડે છે.તમારી તંદુરસ્તી અને જીવનશૈલીનું ધ્યાન રાખો તથા સબળ રોગ પ્રતિકારક શકિત માટે સ્વાસ્થ્યપ્રદ ટેવો અપનાવો. યોગ્ય નિદ્રા અને આહાર યોગ્ય સમયે લઈને તંદુરસ્તી જાળવો.

પૂરતું પાણી પીઓઃ તમારી જીવનશૈલીમાં યોગ અને પ્રાણાયામનો સમાવેશ કરો.સક્રિય રહો. ધ્યાન કરો-તે એકત્રિત થયેલા તનાવને નાબૂદ કરે છે અને જીવન જીવવા જેવું બનાવે છે. તનાવ મુખ્યત્વે નુકસાનકર્તા છે અને રોગ પ્રતિકારક શકિતને પણ ક્ષીણ કરે છે.અત્યારે અનેક લોકો કોરોના વાઈરસના ડરથી પીડાય છે,જેને લીધે નિયમિત ધ્યાનની આવશ્યકતા છે.ધ્યાન ડરમાંથી બહાર આવવામાં સહાય કરે છે તથા તેના અગણિત સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા છે.

તમારા ખોરાકમાં હળદર અને કાળા મરીનો સમાવેશ કરો અથવા હૂંફાળા ગાયના દૂધમાં ભેળવીને પીઓ.તજ અને જીરૂ જેવા ઘણા ભારતીય મસાલાઓ રોગ પ્રતિકારક શકિતને નિયંત્રિત કરે છે. તમારા ખોરાકમાં લસણ, આદૂ,લીંબુ અને આંબળાનોં સમાવેશ કરો. ગીલોય(અમૃત બાલી) એ ભારતીય વનસ્પતિ છે જે રોગ પ્રતિકારક શકિતને પ્રબળ બનાવવા ખૂબ અસરકારક છે. તમે બહેતર રોગ પ્રતિકારક શકિત માટે ત્રિફળા, તુલસી અને મુલેથીનો ઉપયોગ પણ કરી શકો છો. રિફાઈનડ (સફેદ)ખાંડ ત્યજો-તે રોગ પ્રતિકારક શકિતને ક્ષીણ કરી નાંખે છે.

  ફોરોના વાઈરસના ચિહોઃ કોવીડ ૧૯ના ચેપના લક્ષણો છે ખાંસી, ખૂબ તાવ,માથું દુખવુ,નાકમાંથી પાણી ગળવુ અને શ્વસનમાં તકલીફ ડરનો નહીં,આ લક્ષણો સીઝનમાં થતા ફ્લ્યુના પણ છે.

 ચેપની શકયતાઃ શું તમે નવા કોરોના વાઈરસના ચેપના લક્ષણો છે?જો હા,જો તમે ચેપ થયેલા માણસના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં કે નજીકમાં આવ્યા છો કે જે દેશમાં ચેપનો ખૂબ વાવડ છે ત્યાંથી ભારત પાછા આવ્યા છો કે આવી કોઈ જગ્યાએ ગયેલી વ્યકિતના સંપર્કમાં તમે આવ્યા છો તો તમે નીચેના તાત્કાલિક પગલાં લો. પોતાની જાતને દ્યરમાં અલા્યદા કરી દો,ડરશો નહીં.કુટુંબના સભ્યોથી સલામત અંતર જાળવો. ઘરના કોઈની સાથે તમારા વાસણ કે રુમ વહેંચશો નહીં.

કોવીડ ૧૯ માટેના સરકારી સહાયક નંબર પર ફોન કરોે. તમારી તપાસ થાય ત્યાં સુધી રાહ જુઓ. પ્રબળ રોગ પ્રતિકારક શકિત અને સકારાત્મક અભિગમથી કોઈ પણ ચેપ સામે લડવાનું શકય બને છે.સાવચેતી રાખવી અગત્યનું છે,પરંતુ ડરને પોતાની ઉપર હાવી ના થવા દેવો જોઈએ.આવી પરિસ્થિતિમાં સમાજમાં આપણે સાવધ અને જાગૃત રહેવું જોઈએ.પરંતુ એટલું જ જરૂરી છે કે શાંતિ જાળવી રાખીએ અને આપણું સ્મિત ના ખોઈ બેસીએ.

હર્ષાસુમન, ડો. મિતાલી

મધુસ્મિતા (આર્ટ ઓફ લીવીંગના શ્રીશ્રી તત્વ પંચકર્મના વરિષ્ઠ ડોકટર), ડો. સજીતા કે (સ્વચ્છ વૃતિ અને યોગ, એસએસ સીએસઆર) ના સહયોગથી

(3:41 pm IST)