Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

સાવધાન રહો, કોરોના ભાગશે

ભારતના લોકોએ કોરોનાથી વધારે ગભરાવવાની જરૂર નથી. સરકારશ્રીના અગાઉના લીધેલા પગલાથી કોરોના ભારતમાં ઝડપથી વધી રહ્યો નથી તેમજ ગુજરાતમાં એક પણ પોઝીટીવ દર્દી નોંધાયો નથી. ભારતે આ વાયરસ ઉપર કઈ રીતે સાવચેતીથી જીત મેળવી છે તેની આ રહી આંકડાકીય માહિતી.

કોરોનાથી મૃત્યુઆંક

ચીન - ૪૦૦૦

ઈટલી - ૧૪૪૧

ઈરાન - ૬૦૮

સ્પેન - ૧૩૬

અમેરિકા - ૪૧

ભારત - ૨

હવે નીચેની માહિતી ઉપર નજર કરી તો દર અઠવાડીયે તેની વધતી સંખ્યાની સરખામણીમાં ભારતમાં સાવ ઓછી છે.

ભારતમાં ૧૩ લોકોને સારૂ થઈ ગયુ છે અને બેના મૃત્યુ થયા તેની ઉંમર ૬૦ વર્ષ ઉપર હતી તે નોંધવા જેવું છે.

ભારતની શરૂઆતની સતર્કતાના લીધે આ બધુ શકય બન્યુ છે. તે તેને ફેલાવો અન્ય દેશથી ઘણો ઓછો છે. સાવધાની રાખવા જેવી બાબતોમાં ખાસ તમને શરદી, તાવ, હોય તો તમે વધારે ભેગા થાય ત્યાં જવાનંુ ટાળો સાબુથી વારંવાર હાથ ધોવા જરૂરી છે. મોઢે માસ્ક જ બાંધવુ એ ફરજીયાત નથી. રૂમાલ પણ તમે બાંધી શકો છો. માસ્ક લઈને તમે તેનો લાંબો ટાઈમ ઉપયોગ કરો છો તો તે વધારે ઈન્ફેકશન ફેલાવે છે. તેનાથી સારૂ તમે રૂમાલનો દિવસમાં બે વાર બદલીને ઉપયોગ કરો.

રૂમાલને ડેટોલવાળા પાણીથી સાફ કરવાથી તે જંતુમુકત થઈ જશે. માસ્ક જયાં ત્યાં ફેંકવાથી પણ તેમાં રહેલા ઈન્ફેકશન વધારે ફેલાય છે. માસ્કની જરૂરીયાત હોસ્પિટલમાં દાખલ વ્યકિતને મળવા જવા માટે જરૂરી છે. ત્યાંના ડોકટર, નર્સ ઉપયોગ કરે તે સારૂ છે. બધા લોકો એ માસ્ક બાંધવા ફરજીયાત નથી.

તેવી જ રીતે 'સેનીટાઈઝર' જ વાપરવુ જરૂરી નથી. તમે તેનો ઉપયોગ એવી જગ્યાએ હોય કે જયાં તમને સાબુ પાણીની સુવિધા નથી તો સાથે રાખો એ જરૂરી છે. તેના કરતા સાબુથી ૨૦ સેકન્ડ સુધી વ્યવસ્થિત પાણીથી દિવસમાં ચાર - પાંચ વખત ધોવા વધારે જરૂરી છે. (ખાસ ભોજન અને ચા - નાસ્તો કરતા સમયે.)

માસ્ક અને સેનેટાઈઝરની ડિમાન્ડ જરૂર કરતા વધારે વધી તેનું મુખ્ય કારણ એ જ છે. બધાને તેમ લાગે છે કે માસ્ક બાંધવાથી કોરોના થતો જ નથી તે ભુલ છે અને સેનેટાઈઝરથી જ હાથ સાફ કરવાથી કોરોનાના જીવાણુ મરે તો તે આપણા બધાની ભૂલ છે અને આપણા ગુજરાતમાં તો ઈશ્વરની કૃપાથી હજુ એક પણ પોઝીટીવ કેસ થયો નથી તો ડરવાની જરૂર નથી ખાલી સાવધાન રહેવાની જરૂર છે.

ભારતમાં હવે રોજેરોજ તાપમાનમાં વધારો થશે અને ગુજરાત હવે ક્રમશઃ ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે. એટલે ખરેખર આપણા માટે આ એક સારા સમાચાર છે. જે અન્ય દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. તે પ્રમાણમાં ભારતમાં હવે વધશે નહિં.

સરકારની ખરેખર સરાહનીય કામગીરીમાં આપણો પણ થોડોક સાથ દેવો જરૂરી છે. જેમાં ધ્યાન રાખવા જેવી બાબતો.

 શરદી, ખાંસી હોય તો આપણે બહાર ન જઈએ.

 મોટી ઉંમરના વડીલો બહાર જરૂર હોય તો જ નીકળે.

 શરદી - તાવ હોય તો ડોકટરની સલાહ વિના દવા ન લેવી.

 જયાં - ત્યાં થૂંકવુ નહિં.

 એકબીજાને હાથ ન મિલાવી 'નમસ્તે' પ્રથા અપનાવી.

 આપણને છીક ખાસી આવે તો ખાસ રૂમાલ રાખી અને બીજાથી દૂર જઈ છીંક - ઉધરસ ખાવી.

 વાસી - ઠંડો ખોરાક અને ઠંડા પીણાનું સેવન ન કરીએ.

 શરદી ન થાય તેનું ખાસ ધ્યાન રાખીએ.

 વારંવાર આપણા હાથ સાબુથી ધોવા ખાસ જમવા અને ચા - નાસ્તો કરતી વખતે.

આ વાત આ વાકયથી જ પૂરી કરવી જોઈએ કે 'ચેતતા નર સદા સુખી' તે રીતે આગળ વધશુ તો કોરોના આપણાથી દૂર જતો રહેશે.

:: સંકલન ::

પિયુષ જીવીયા

યશ મેડીકલ સ્ટોર્સ, મોટી ટાંકી ચોક, રાજકોટ. મો.૯૪૨૯૯ ૭૯૭૯૦

(3:40 pm IST)