Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

નિંભર તંત્ર જાગશે ?

શ્રીનાથજી સોસાયટીમાં ગંદા પાણીની સમસ્યા ન ઉકેલાય તો આંદોલનઃ લોકોનું આરોગ્ય જોખમમાં

શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૧૧ વોર્ડ નં. ૧૨ આ વિસ્તારમાં ઘણા સમયથી નળમાં ગંદુ અને દુર્ગંધ આવતુ પાણી આવતુ હોવાથી આ વિસ્તારમાં તાવ અને અન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યુ છે. આ પ્રશ્નની વારંવાર રજુઆત કરવા છતા કોઈપણ ઉકેલ આવેલ નથી છતાં મોબાઈલમાં ફરિયાદ ઉકેલાઈ ગયાના ખોટા મેસેજ આવે છે. આ બાબતે આ વિસ્તારના કોર્પોરેટરને પણ જાણ કરવા છતાં જાહેર આરોગ્ય માટે ખતરારૂપ આ સમસ્યા નથી ઉકેલાઈ અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલા કોર્પોરેશન આ પ્રશ્ન હલ કરે. જો આ પ્રશ્ન હલ કરવામાં ન આવે તો થોડા દિવસોમાં આ વિસ્તારના રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે કેમ કે પાણી ખરાબ આવવાને કારણે આ વિસ્તારના રહીશોને પીવાનું પાણી વેચાતુ લેવુ પડે છે તેવુ આ વિસ્તારના રહીશો નયનાબેન ભરવાડ, ભારતીબેન ભરવાડ, હીનાબેન ભરવાડ, વર્ષાબેન ધામેલીયા, રંજનબેન રૂપાપરા, દયાબેન રૂપાપરા, ઈન્દુબેન વગેરેએ જણાવેલ છે. તસ્વીરમાં ગંદા પાણીની ડોલ સાથે કોર્પોરેશનના નિંભર તંત્ર સામે રોષ વ્યકત કરી રહેલી ગૃહિણીઓ નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:52 pm IST)