Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

હોસ્પિટલ ચોકમાં કેવો બ્રિજ બનાવવો? કન્સલ્ટન્ટ રોકવા કોર્પોરેશનની કવાયત

વરસોથી જેની વાતો સંભળાઇ રહી છે તેને સાકાર કરવાની દિશામાં પગલુ

રાજકોટ તા. ૧૭ : શહેરમાં સીવીલ હોસ્પીટલ ચોક ખાતે જામનગર રોડ,જવાહર રોડ, ધરમ ટોકીઝ રોડ, અમદાવાદ રોડ, તથા મોચી બજાર રોડ ભેગા થાય છે, જેથી ત્યાં ટ્રાફિક નિયંત્રણ કરવા માટે ટ્રાફિક સર્કલ બનાવવામાં આવેલ હતું. પરંતુ હાલમાં રાજકોટ શહેરમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થવાથી ટ્રાફિક સર્કલ પર કાયમી ટ્રાફીકની સમસ્યારહેતી હોય, ટ્રાફિકની સમસ્યાનાં નિવારણ અન્ડરબ્રીજ - ઓવરબ્રિજ બનાવવાની જરૂરીયાત જણાય છે. જેથી આ અંગે ડીટેઇલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા નિર્ણય કરી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જરૂરી અનુમતિ અર્થે સ્ટેન્ડીંગ કમિટીને દરખાસ્ત કરી છે.

 

આ કામ માટે અગાઉ સ્પેકટ્રમ ટેકનો કન્સલ્ટન્ટ પ્રા.લી. અમદાવાદને ધોરણસર ટેન્ડર પ્રક્રિયા કરીને ટુંકા ગાળાનું આયોજન ફેઇઝ-૧ તથા લાબાં ગાળાનાં આયોજન ફેઇઝ-૨ને ધ્યાને લઇ નિમણુંક કરવામાં આવેલ હતી. પરંતુ આ કામગીરીઅનિવાર્ય સંજોગોને કારણે અમલીકરણ થઇ શકેલ નથી, તેમજ આ કામગીરી પેટે એજન્સીસ્પેકટ્રમ ટેકનો કન્સલ્ટન્ટ પ્રા.લી. અમદાવાદને કોઇપણ પ્રકારનું ચુકવણુ કરવામાં આવેલ નથી.

હોસ્પીટલ ચોક ખાતે ફલાય ઓવર/અંડર પાસ બનાવવાનું કામ પણ કાલાવડ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ ચોકમાં અંડરબ્રિજ બનાવવાનાકામ સમાન પ્રકારનું હોય, કાલાવડ રોડ,૧૫૦ ફુટ રીંગ રોડ ચોકમાં અંડરબ્રિજ બનાવવા કામે રોકાયેલ ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિીનયર્સ (ઇન્ડીયા) પ્રા.લી.-અમદાવાદને આજ કામનાં ટેન્ડરની શરતો મુજબ હોસ્પીટલ ચોક ખાતે અંડરબ્રિજ/ઓવર બ્રિજ બનાવવાનાં કામનાં કન્સલ્ટન્ટને ટેલીફોનિક પુછપરછ કરતા આ કામ કરવા માટેડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિીનયર્સ (ઇન્ડીયા) પ્રા.લી.એ તેઓના તા.૦૬/૦૩/૨૦૧૮ના પત્રથી સહમતિ આપેલ હોયસવાલવાળા કામ માટે નિમણૂંક મંજુર કરવા અભિપ્રાય છે.  ઉપરોકત સમગ્ર વિગતે આ કામે કન્સલ્ટન્ટશ્રી ડેલ્ફ કન્સલ્ટીંગ એન્જિીનયર્સ (ઇન્ડીયા) પ્રા.લી.ને પ્રોજેકટ ખર્ચનાં ૧.૩૫્રુ તમામ ટેકસ સહિત મુજબ આ કામ કરવા અર્થે કરાર કરવા અર્થેની આ દરખાસ્ત સ્થાયી સમિતિને મોકલવામાં આવેલ છે. તેમ મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.(૨૧.૩૧)

(4:41 pm IST)