Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સામાકાંઠાના ૨ લાખ લોકો તરસ્યા રહ્યા : દેકારો

વોર્ડ નં.૪,૫,૬ અને ૧૫ના કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ ન થયુ

રાજકોટ તા.૧૬ : શહેરના સામાકાંઠાનો વોર્ડ નં. ૪,પ,૬ અને ૧પના કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ નહિ થાય તેમ કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જાહેરાત કરવામાં હતી જેના કારણે આજે આ વિસ્તારમાં પાણીકાપ જાહેર થતા અંદાજીત ૨ લાખ લોકો તરસ્યા રહ્યા હતા અને ભારે દેકારો બોલી ગયો હતો.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં પાણીનો જથ્થો હાલ સિંચાઇ વિભાગ દ્વારા ઠાલવવામાં આવે છે જેથી રાજકોટ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સુવ્યવસ્થીત જાળવવા આજી ફિલ્ટર પ્લાટન્ રી વોટર ખાતેથી એક્ષપ્રેસ ફિડર લાઇન મારફત જરૂરી રી વોટર ન્યારી ફિલ્ડર પ્લાન્ટ ખાતે પહોંચાડવાનો ટ્રાયલ રન લેવાની હોય આજે આજી ઝોન હસ્તકના ૩૦ લાઇન આધરીત વોર્ડ નં. ૪,પ,૬ ના અમુક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહ્યુ હતુ અને આ વિસ્તારમાં એક દિવસ માટે પાણીનો કકળાટ જોવા મળ્યો હતો.

(4:40 pm IST)