Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

વોર્ડ નં. ૧૩ના ૨૫૦ વિસ્તારમાંથી ૪૦ ટન કચરાનો નિકાલ

'વન ડે વન વોર્ડ' અંતર્ગત સ્વચ્છતા અને આરોગ્યલક્ષી ઝુંબેશ

રાજકોટ તા. ૧૭ : 'વન ડે વન વોર્ડ' સ્વચ્છતા તથા આરોગ્યલક્ષી ઝુંબેશ અંતર્ગત  વોર્ડ નં.૧૩માં સઘન સફાઈ કરવામાં આવેલ છે. તેમા ગુણાતીતનગર, ટપુભવન, જુની નવી પપૈયા વાડી, અંબાજી કડવા, સ્વાશ્રય સોસાયટી, માલવિયાનગર, હરિધવા સોસાયટી, સમ્રાટ ઇન્ડ. એરિયા, ગીતાનગર, પી.એન.ટી. કોલોની, ખોદીયારનગર, આંબેડકરનગર, આર.એમ.સી. આવાસ યોજના, ભોલેનાથ સોસાયટી, ત્રિવેણીનગર, નવલનગર ૧ થી ૧૮, ગુરુપ્રસાદ સોસાયટી, કૃષ્ણનગર, સ્વામિનારાયણ ચોક વિસ્તાર, મવડી મેઈન રોડ, અમરનગર, અલકા સોસાયટી, ચંદ્રેશનગર, પટેલ કોલોની, પરમેશ્વર પાર્ક, મહાદેવ વાડી, આશોપાલવ સોસાયટી પાસે સફાઈ કરવામાં આવેલ.

આ અંગે આરોગ્ય સમિતિ ચેરમેન મનિષ રાડિયા અને સેનિટેશન સમિતિ ચેરમેન આશિષ વાગડિયા તથા એસ્ટેટ સમિતિ ચેરમેન જયાબેન ડાંગરના જણાવ્યા મુજબ વોર્ડ નં. ૧૩માં સફાઈ ઝુંબેશમાં ૨૫૦ લતા વિસ્તાર સાફ કરવામાં આવેલ ૬ મેઈન રોડ સાફ કરવામાં આવેલ બધા લતા વિસ્તારમાં મેલેથેન તથા લાઈમ પાવડરનો છંટકાવ કરવામાં આવેલ, ૨૨ કચરાના ન્યુસન્સ પોઈન્ટ સાફ કરવામાં આવેલ, ૨૦ ટીપ્પર વાનની કચરાની ટ્રીપ કરવામાં આવેલ, ૩ ટ્રેકટર અને ૧૦ ડમ્પર, ૫ જેસેબી દ્વારા ૨ વોકળાની તથા વોર્ડ નં.૧૩ આવતા ગોંડલ રોડ, પંચશીલ વાળો ૮૦ ફુટ રોડ, મવડી મેઈન રોડની સ્વીપીંગ મશીન દ્વારા સફાઈ કરવામાં આવેલ. જેમાં કુલ ૪૦ ટન કચરો અને ભરતી આખા દિવસ દરમ્યાન નિકાલ કરવામાં આવ્યો.

સાથો સાથ આરોગ્ય વિભાગની ૧૫ ટીમ દ્વારા ઉપરના તમામ વિસ્તારોમાં પોરાનાશક કામગીરી, ઘરે ઘરે જઈ પાણીના ટાંકામા દવાઓ નાખવાની કામગીરી, મોટા અને ખુલ્લા પાણીના ટાંકામાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકવાની કામગીરી, આરોગ્ય વિભાગની મેલેરિયાની ૧૫ ટીમ દ્વારા દરેક ઘરમાં ફોગીંગ કરવાની કામગીરી, વાહન દ્વારા જાહેર રોડ તથા શેરીઓમાં ફોગીંગ કરવાની કામગીરી, આરોગ્યશિક્ષણ તથા આરોગ્ય માટે જનજાગૃતિ માટે પત્રિકા વિતરણની કામગીરી, આ કામગીરીમાં આરોગ્ય ચેરમેન મનીષભાઈ રાડીયા, સિનીટેશન ચેરમેન આશિષભાઈ વાગડિયા, એસ્ટેટ કમિટી ચેરમેન  તથા વોર્ડ ન.૧૩નાં કોર્પોરેટર જયાબેન ડાંગર, વોર્ડ નં.૧૩નાં કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, જાગૃતિબેન ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર તથા વોર્ડ પ્રભારી રાજુભાઈ બોરીચા, પૂર્વ કોર્પોરેટર કાંતીભાઈ ઘેટીયા, શહેર ભાજપના ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ કાથરોટીયા, શહેર ભાજપ મંત્રી દીવ્યરાજસિંહ ગોહીલ, વોર્ડ પ્રમુખ હસમુખભાઈ ચોવટીયા, વોર્ડ મહામંત્રી યોગેશ ભુવા, સંજયસિંહ વાઘેલા, ભાજપ અગ્રણીઓ શૈલેષભાઈ ડાંગર, અગ્રણીઓ પ્રભાતભાઈ ડાંગર, ભરતભાઈ બોરીચા, રમેશભાઈ બાલસરા, કેતનભાઈ વાછાણી, વિશાલભાઈ પરમાર, દિલીપભાઈ ગઢવી, નારણભાઈ બોળીયા, મહિલા મોરચા અગ્રણી સવિતાબેન પરમાર, વિજયભાઈ ટોળીયા, ધીરૂભાઈ ટોળીયા, જોષી અદા, નિરવ રાયચુરા, લખન સિધ્ધપુર, હરેશભાઈ ઠાકર, ગોવિંદભાઈ ટોયટા, કિરીટસિંહ જાડેજા રમેશ વેકરીયા, સવજીભાઈ ખુમાણ, માવજીભાઈ પિત્રોડા, સંજયભાઇ, ઘનશ્યામભાઈ રૈયાણી, આશિષભાઈ મહેતા, સખીયા સાહેબ, આશિષભાઈ સરપદળિયા, આરોગ્ય અધિકારી ડો.હિરેન વિસણી, બયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરિયા ઇન્સ્પેકટરો ભરતભાઈ વ્યાસ, રીતેશભાઈ પારેખ અને દિલીપદાન સહિતના અધિકારીઓ તેમજ બાહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજના આ સફાઈ ઝુંબેશ અને આરોગ્ય ઝુંબેશ કાર્યક્રમમાં આરોગ્ય ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન ચેરમેન આશિષભાઈ વાગડિયા, વોર્ડ નં.૧૩નાં કોર્પોરેટર તથા એસ્ટેટ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભભાઈ જીંજાળા ઉપસ્થિત રહ્યા હતા. (૨૧.૨૯)

 

(4:39 pm IST)