Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

આપઘાતની ફરજ પાડવાના કેસમાં મહિલા આરોપીના આગોતરા જામીન મંજૂર

રાજકોટ તા. ૧૭ :.. આર્થિક ખેંચના કારણે અનિલભાઇ મછોયાને આપેલ રકમ પરત આપવાનાં મુદ્ે અનિલભાઇ મછોયાને આપઘાતની ફરજ પાડયાના બનાવમાં મહિલા આરોપી વહીદાબેન રામોદીયાએ કરેલ આગોતરા જામીન અરજીને સેશન્સ કોર્ટે મંજૂર કરી હતી.

આ બનાવની ટૂંક હકિકત એવી છે કે, રાજકોટ શહેરના જામનગર રોડ ખાતે આવેલ એકતા સોસાયટીના રહીસ અનિલભાઇ પ્રવિણભાઇ મછોયા એ ગત તા. ૧૪-૭-ર૦૧૭ ના રોજ પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઇ ને આપઘાત કરેલ હતો અને ત્યારબાદ પાછળથી તેના પરિવારજનોને એક સ્યુસાઇડ નોટ મળી આવેલ જે સ્યુસાઇડ નોટને આધારે મરણ જનારની પત્ની ભારતીબેન એ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દૂધ સાગર રોડ ઉપર રહેતા વહીદાબેન હારૂનભાઇ રામોદીયા (મેમણ) તથા તેના પતી હારૂનભાઇ રામોદીયા (મેમણ) વિરૂધ્ધ આઇ. પી. સી. ની કલમ ૩૦૬, પ૦૬ (ર), ૧૧૪ મુજબની ફરીયાદ નોંધાવેલ હતી.

ઉપરોકત બાબતે આરોપી વહીદાબેન રામોદીયા (મેમણ) એ પોતાના એડવોકેટ સંજય એચ. પંડિત મારફત સેશન્સ કોર્ટ રાજકોટમાં આગોતરા જામીન માટે અરજી કરેલ હતી જે અરજીની સુનાવણી દરમ્યાન આરોપીના એડવોકેટ શ્રીએ રજુ રાખેલ ચૂકાદાઓ અને દલીલોને ગ્રાહય રાખી આરોપી વહીદાબેનના આગોતરા જામીન મંજૂર કરતો હુકમ ફરમાવેલ છે. આ કામે આરોપી વતી એડવોકેટ સંજય એચ. પંડિત રોકાયેલ હતાં.(પ.ર૭)

(4:18 pm IST)