Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કુવાડવાના બસ સ્ટેશન પાસે કોળી સગીરા પર પૂર્વ પ્રેમી જયેશનો હુમલો

જીયાણાના હંસાબેન રંગપરાની ફરીયાદ પરથી જયેશ ઉર્ફે કનૈયા સામે ગુન્હો

રાજકોટ, તા. ૧૭:  કુવાડવા ગામના જુના બસ સ્ટેશન પાસે જીયાણા ગામની કોળી સગીરાએ અગાઉ કરેલી ફરીયાદ નો ખાર રાખી ખખાણાના શખ્સે સગીરા પર હુમલો કરતા ફરીયાદ થઇ છે.

 

મળતી વિગત મુજબ જીયાણા ગામમાં રહેતી સગીરા ગઇકાલે કુવાડવા ગામના જુના બસ સ્ટેશન પાસે હતી ત્યારે પૂર્વ પ્રેમી જયશે ઉફે કનૈયો કાળુભાઇ (રહે. ખખાણા) ગામ તા. વાંકાનેર) તેની પાસે આવી સગીરાએ અગાઉ કરેલી ફરીયાદનો ખાર રાખી સગીરાને લોખંડના પાઇપ તથા ધારીયા વડે જમણા હાથ તથા કમર અને વાંસાના ભાગે મારમાી ઇજા કરી ગાળો આપી ભાગી ગયો હતો. બાદ સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે સગીરાની માતાએ જયેશ ઉર્ફે કનૈયા વિરૂધ્ધ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવતા હેડ કોન્સ. રાજેશભાઇ સોલંકીએ તપાસ આદરી છે.

 

(2:52 pm IST)