Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

'શ્રેષ્ઠ સેવા'નો સંકલ્પ... ટ્રેકોન કુરીયર્સની નવનિર્મિત ઓફિસનો આરંભ, વ્યાપમાં વધારો

રાજકોટમાં છેલ્લા ૧૨ વર્ષથી કાર્યરતઃ સૌરાષ્ટ્ર-કચ્છના દરેક ખુણે પહોંચી સર્વિસઃ ત્રિકોણબાગે સુગર હાઉસ બિલ્ડીંગમાં ચીફ મેનેજીંગ ડાયરેકટર પી.કે.આનંદના હસ્તે ઉદ્ઘાટનઃ ૨૦૨૦ સુધીમાં દેશમાં ૧૦,૦૦૦ ફ્રેન્ચાઇઝી વિકસાવવાનો કંપનીનો લક્ષ્યાંક

ટ્રેકોન કુરીયર્સના ચીફ મેનેજીંગ ડાયરેકટર પી.કે.આનંદ,આસિસ્ટન્ટ જનરલ મેનેજર જયંતા રોય અને રાજકોટ ઓફિસના આસિસ્ટન્ટ રિજનલ મેનેજર પિયુષ ચંદારાણા વિગતો આપી રહેલા દર્શાય છે.(તસ્વીરઃસંદિપ બગથરીયા)(૧.૯)

 

રાજકોટ,તા.૧૭: અહીયા છેલ્લા ૧૨ વર્ષથી કાર્યરત ટ્રેકોન કુરીયર્સ પ્રા.લિ.એ ટુંકાગાળામાં જ વ્યાપાર ક્ષેત્રમાં આગવી નામના મેળવી ત્યારે હજુ પણ વ્યાપ વધુને વધુ વધારવાના આશય સાથે નવી ઓફિસનો આરંભ થવા પામ્યો છે.

શ્રેષ્ઠ-ઝડપી સુવિધા સૌ ગ્રાહકો સુધી પહોંચાડવાના ભાગરૂપે આજે સવારે ત્રિકોણબાગ ચોક ખાતે સુગર હાઉસ બિલ્ડીંગમાં નવી ઓફિસની ઉદઘાટન વિધિ કંપનીના ચીફ મેનેજીંગ ડાયરેકટર પી.કે.આનંદના હસ્તે સંપન્ન થઇ હતી.

આ તકે યોજાયેલ પત્રકાર પરિષદમાં  શ્રી આનંદે જણાવ્યુ હતુ કે, ટ્રેકોન કુરીયર કંપની મારફતે દરરોજ ૧.૮૦ લાખ કન્સાઇનમેન્ટનું બુકિંગ થાય છે, રાજકોટમાં પ્રારંભ થયાને ૧૨ વર્ષ વિત્યા છે ત્યારે ટુંકાગાળામાં જ સર્વિસ શહેર-જિલ્લાની સાથે સાથે સૌરાષ્ટ્ર-કચ્છના દરેકે દરેક ખુણા સુધી વિસ્તર્યાની ઘણી ખુશી છે.

કંપનીની કામગીરી અને લક્ષ્યાંક વિશે વધુમાં ઉમેર્યુ હતુ કે, હાલ દેશભરમાં ૧૨ રિજનલ ઓફિસ, ૨૦૦  હબ ઓફિસ અને ૪૦૦૦થી પણ વધુ ફ્રેન્ચાઇઝીઓનું નેટવર્ક ઉભુ કરવામાં સફળતા સાંપડી છે...ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધા પ્રદાન કરવામાં માનતી કંપનીની નવી ઓફિસની સૌને મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવવા સાથે સાથે એમ પણ  કહયુ હતુ કે, કંપનીનો લક્ષ્યાંક ૨૦૨૦ સુધીમાં દેશમાં ૧૦,૦૦૦ ફ્રેન્ચાઇઝી સુધી પહોંચવાનો છે.

અત્રે નોંધનીય છે કે, પત્રકાર પરિષદમાં ટ્રેકોન કુરીયરના આસિસ્ટન્ટ જનરલ મેનેજર જયંતા રોય, રાજકોટ ઓફિસના આસિસ્ટન્ટ રિજનલ મેનેજર પિયુષ ચંદારાણા (મો.૯૮૯૮૨ ૮૧૧૩૩) સહિતના  ઉપસ્થિત રહયા હતા.(૧.૯)

(2:52 pm IST)