Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

કાલે ઝુલેલાલ જયંતિ : ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા

હો લાલ મેરી પત રખિયો બલા ઝુલે લાલણ, સિંદડી દા, સેહવન દા, સખી શાબાઝ કલંદર, દમા દમ મસ્ત કલંદરઃ શહેરભરમાં ઝુલેલાલ મંદિરોને અનેરા શણગાર : સાંઇ ભજન, પંજકડા, પલવ, સુખો સેસા, આતશબાજી સહીતના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૭ : આવતીકાલે સિંધી નવા વર્ષ ચેટી ચંડની ઉજવણી ભગવાન શ્રી ઝુલેલાલના જન્મોત્સવ સાથે કરાશે. આ દિવસને ગુડી પડવો તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજકોટમાં ઝુલેલાલ જયંતિ નિમિતે ઠેરઠેર આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

કોઠારીયા નાકાથી બપોરે ધામેધુમે શોભાયાત્રા

સિંધી યુવક મંડળ દ્વારા સિંધી સમાજના નવા વર્ષ ચેટી ચંડની ઉજવણી કાલે કરાશે. ભગવાન શ્રી ઝુલેલાલની જન્મ જયંતિ નિમિતે કાલે રવિવારે બપોરે ૧૨ વાગ્યાથી કોઠારીયા નાકા પોલીસ ચોકી સામે ઉજવણીનો પ્રારંભ કરાશે. અમરલાલ જેરામદાસ ઝુલેલાલ મંદિરના પુજારન શ્રી પુનમબેન ઇશ્વરલાલ દ્વારા ધાર્મિક વિધી થશે. સિંધી યુવક મંડળના પ્રમુખ શ્યામસુંદર ચંદીરામાણી, સિંધી સાહિત્ય પંચાયતના પ્રમુખ અશોકભાઇ મુલચંદાણી, શિવસેના પ્રમુખ જીમ્મીભાઇ અડવાણી વગેરે સમાજ અગ્રણીઓ દ્વારા બહેરાણા સાહેબની જયોત પ્રજવલિત કરી ઝુલેલાલની પ્રતિમાને ફુલહાર કરાશે. બપોરે મહાપ્રસાદ રાખેલ છે. બાદમાં વાજતે ગાજેત ડી.જે. અને આતશબાજી સાથે સરઘસનો પ્રારંભ કરાશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્યામસુંદર ચંદીરામાણી, અનીલ વિંધાણી, લચ્છુભાઇ ઇંડાવાળા, ગુરમુખ વિંધાણી, રતન ટહેલીયાણી, મનીષ ચંદીરામાણી, ફતેચંદ મુલચંદાણી, ગિરીશ ચંદનાણી, સોનુ ગંગારામાણી, જગદીશ આલવાણી, જનક મુલચંદાણી, રાજન હસમતરાય, જગદીશ આલવાણી, નાનક ઉકાણી, હરેશ ચંદીરામાણી, શ્રીચંદ પંજાબી, રતનલાલ ભજનલાલ, રાજુ મંગવાણી, ભાગસિંગ ખાનચંદાણી, પિતામ્બર આઇનાણી, મોહનભાઇ આઇનાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રી હર મંદિર રામનાથપરા

રામનાથપરા ખાતે આવેલ શ્રી હર મંદિરે સિંધી યુવક મંડળ અને સિંધી સમાજ, સિંધુ સેના દ્વારા ધામધુમથી ચેટી ચંડ મહોત્સવ ઉજવાશે. સમાજના આગેવાનો લીલારામભાઇ પોપટાણી, શ્યામસુંદર ચંદીરામાણી, અશોકભાઇ લાલવાણી, ધનરાજભાઇ જેઠાણી, રાજાભાઇ હિન્દુજા તેમજ અન્ય જ્ઞાતિ આગેવાનોના હસ્તે કાલે રવિવારે સવારે ૧૦ વાગ્યે દિપપ્રજવલિત કરી ઝુલેલાલ ભગવાનની પ્રતિમાને ફુલહાર કરાશે. ઝુલેલાલ મંદિરના પુજારણ શ્રી પુનમબેન ઇશ્વરલાલ અને ભાઇ સાહેબ અશોકલાલ જયરામદાસ દ્વારા ભહેરાણા સાહેબની ધાર્મિક વિધિ કરાયા બાદ સિંધી મહીલા મંડળ દ્વારા લાલ સાહીના પંજકળા, ભજન કિર્તન, લોલી રજુ થશે. આખો દિવસ સુખો સેસા (પ્રસાદ દુધકોલ્ડ્રીંકસ) નું વિતરણ કરાશે. બપોરે ૪ વાગ્યે ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરાશે. જે  કોઠારીયા નાકા, ગુજરી બજાર, કંસારા બજાર, કપડા માર્કેટ નવાનાકા, જુની દરજી બજાર, દાણાપીઠ, જુનાગઢનો ઉતારો, કોર્ટ ચોક, જયુબેલી શાકમાર્કેટ, જયુબેલી ચોક, હેડ પોસ્ટ ઓફીસ સદર બજાર, ફુલછાબ ચોક, અકિલા ચોક, લીમડા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, કોઠારીયા નાકા થઇ રાત્રે ૮.૩૦ કલાકે હરમંદિરે વિસર્જન પામશે.  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લીલારામ પોપટાણી, સિંધ યુવ મંડળના પ્રમુખ શ્યામસુંદર ચંદીરામાણી, રાજાભાઇ હિન્દુજા, જનકભાઇ મુલચંદાણી, અજીતભાઇ લાલવાણી, અનીલભાઇ વિંધાણી, ફતેહચંદ મુલચંદાણી, ગુરમુખ વિંધાણી, દિનેશ પારવાણી, મનીષ ચંદીરામાણી, રોહન ટહેલીયાણી, નાનક ઉકાણી, દિનુ પુનવાણી, રતન ભજનલાલ, નાનક પુનવાણી, લછુભાઇ ઇંડાવાળા, રાજુ મંગવાણી, સોનુ ગંગવાણી રાજન આસવાણી, હરેશ મુલચંદાણી, કિશોર છતલાણી, કનૈયાલાલ નાગદેવ, અશોક માધવાણી, સોનુ રાધાણી તેમજ હરમંદિરના ટ્રસ્ટીઓ અને સિંધી યુવક મંડળના હોદેદારો, સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

તારણહાર ગુરૂદારા

શ્રી તારણહાર ગુરૂદ્વારા, ઁકારેશ્વર  મહાદેવ મંદિર, શાશ્વત એપાર્ટમેન્ટની બાજુમાં, પારસ હોલ સામે, નિર્મલા કોન્વેન્ટ રોડ ખાતે કાલે ઝુલેલાલ જયંતિ ઉમંગભેર ઉજવાશે. બપોરે ૧ વાગ્યાથી સીંધી અને શીખ પરિવારો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ છે. સવારે ૧૧ વાગ્યાથી બહેરાણા સાહેબ સત્સંગ, સુખો સેસા, મ્યુઝીકલ પાર્ટીના સથવારે સત્સંગ થશે. સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા જવાહરભાઇ ગુમનાની, સોનુ હિન્દુજા, ભરત અમલાણી, શ્રીરામ હિન્દુજા, સુંદર સંગતાણી, અનીલ જેઠાણી, સોનવાણી પરિવાર, ચીમનાણી પીરવાર, મહેશ જીવનાણી, રાજુ મનવાણી, પ્રહલાદભાઇ સતરામાણી, ગીરીશ પુરસ્વાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

કુતિયાણા સિંધી સમાજ

કુતિયાણા સિંધી સમાજ દ્વારા પરસાણાનગર શેરી નં.૭ ની બાજુમાં મહાદેવ મંદિર પાછળના મેદાનમાં કાલ ઝુલેલાલ જન્મોત્સવ નિમિતે બહેરાણા સાહેબની જયોત પ્રગટાવી ઉત્સવનો પ્રારંભ કરાશે. પંજકડા ગીત, ભજન, આરતી, દાંડીયા રાસ (છેજ), સુખો સેસા (પ્રસાદી) ના આયોજનો થયા છે. સાંજે ૬ વાગ્યે વિવિધ ઝાંખીઓ તથા વિવિધ વેશભુષા સાથે શોભાયાત્રા પ્રારંભ થશે. જે પરસાણાનગર મેઇનરોડ, તુલસી પ્રોવિઝન સ્ટોર, સ્વામી લીલાશા ધર્મશાળા, ઝુલેલાલ મંદિર, સિંધી કોલોની મેઇન રોડ, ગાયકવાડી શેરી નં. ૬, સંત શ્રી ટહેલીયારામ મંદિરથી ગુરૂ જો ઘર થઇ જંકશન પ્લોટ આંબલીયા હનુમાનજી મંદિર પાસે સમાપન પામશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કુતિયાણા સિંધી સમાજના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા હોવાનું ડો. વિષ્ણુભાઇ એન. વાઘવાણીની યાદીમાં જણાવાયુ છે.

સિંધી કરીયાણા મરચન્ટ એસો.

સિંધી કરીયાણા મરચન્ એસો. દ્વારા ગુમાનસિંગ શોપીંગ સેન્ટર નવી શાક માર્કેટ સામે, ઢાલુમલ બ્રધર્સની દુકાન પાસે, સરબત અને પ્રસાદીનું વિતરણ કરાશે. નાનકરામ ભંભાણી, મનોજ મનવાણી, દયાલદાસ બાલચંદાણી, સુનિલ બ્રિજવાણી, મયુર ઉકાણી, નારાયણદાસ પારવાણી, હીરાનંદ રાજપાલ, અશોક માધવાણી, રામચંદ મનવાણી, ચંદ્રેશ માધવાણી, સુનિલ આહુજા, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. ચેટી ચંદ ઉત્સવ નિવમિતે સિંધી વિેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી ઉત્સવામાં સામેલ થશે. તેમ એક યાદીમાં જણાવાયુ છે.

 

(2:52 pm IST)