Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત વેશભુષા સ્પર્ધા

રાજકોટ, તા.૧૬: અહિંસાનાં અવતાર, કરૂણા સાગર પ્રભુ મહાવીરનાં જન્મ કલ્યાણક મહોત્સવ દિનનાં વધામણા કરવા ધર્મનગરી રાજકોટમાં વહેલી સવારથી લઈ મોડી રાત્રી સુધીનાં અનેકવિધ ભકિતભીના આયોજનો કરેલા છે. તે અંતર્ગત ગુરૂવાર સવારનાં ૮ કલાકે શ્રમણ ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ આયોજીત ઐતિહાસીક શોભાયાત્રા જે કિશાનપરા ચોક થી શુભારંભ થઈ ચૌધરી હાઈસ્કુલ પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તીત થશે.

રાજકોટનાં ચારેય ફિરકાઓ માટે વેશભૂષા સ્પર્ધાનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં ૧૦ વર્ષથી નીચેના ભાઈઓ અને બહેનો માટે તથા ૧૦ વર્ષથી ઉપરના ભાઈઓ તથા બહેનો માટે વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભગવાન મહાવીર સ્વામી, માતા ત્રીશલા દેવી, રૂષભ દેવ, ચંદનબાળા, ચૌદ સ્વપના, ગૌતમ સ્વામી તેમજ ચોવીસ તીર્થંકર માંથી કોઈ એક તેમજ પ્રસંગને અનુરૂપ વિવિધ વેશભૂષા ધારણ કરી શકાશે.

સ્પર્ધાકોએ તા.૨૯ને ગુરૂવારના રોજ સવારે ૭ કલાકે કિશાનપરા ચોક થી મહિલા કોલેજ તરફ જતા માર્ગ પર  આવેલ દૈનિક અખબાર દિવ્ય ભાસ્કરની ઓફિસે ઉપસ્થિત રહેવાનું છે. ત્યારબાદ બધાને શોભાયાત્રામાં જોડાવવાનું રહેશે અને ધર્મયાત્રા બાદ ઈનામ વિતરણ કરવામાં આવશે.ે

વેશભૂષા સ્પર્ધાના રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે રૂષભભાઈ શેઠ (૯૩૭૪૮ ૩૯૭૪૭), અમિષભાઈ દેસાઈ (૯૮૨૫૬ ૨૮૧૮૦) અને નિપૂર્ણભાઈ દોશી (૯૮૨૫૫ ૯૭૬૧૨)નો સંપર્ક કરવા અને પ્રભુ મહાવીરનાં જન્મ કલ્યાણકના વિવિધ કાર્યક્રમોનો લાભ લેવા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવેલ છે.(૩૦.૧૦)

(2:05 pm IST)