Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

કોઠારીયા રોડના કોર્પોરેટરનું મકાન ગેરકાયદેસરઃ૭૮ નોટીસ

સોલીડ વેસ્ટ શાખા દ્વારા જયનગર વિસ્તારમાં ડમ્પીંગ યાર્ડ બનાવાશેઃ આ અંગે યોગ્ય કરવા કોંગી કોર્પોરેટર દ્વારા રજુઆત

રાજકોટ, તા., ૧૭: શહેરના કોઠારીયા રોડ ઉપર જયનગર વિસ્તારમાં  કોંગી કોર્પોરેટર સહીત  ૭૮ મકાન ધારકોનેે દબાણ દુર કરવા નોટીસ આપવામાં આવતા વોર્ડ નં. ૧૮ના કોંગી કોર્પોરેટરની આગેવાનીમાં વિસ્તારવાસીઓ દ્વારા આ અંગે યોગ્ય કરવા મ્યુ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે. ૭૮ મકાનોમાં એક મકાન વલ્લભભાઇ મીઠાભાઇ જાદવના નામનું હોવાનું જાણવા મળે છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ  વોર્ડ નં. ૧૮ના કોઠારીયા વિસ્તારમાં આવેલ જયનગરમાં સોલીડ વેસ્ટ શાખા દ્વારા ડમ્પીંગ યાર્ડ બનાવવામાં આવનાર હોય ત્યારે વોર્ડ નં. ૧૮ના કોંગી કોર્પોરેટર મીનાબેન વલ્લભભાઇ જાદવ સહીત  ૭૮ મકાન ધારકોને નોટીસ પાઠવવામાં આવી છેે.

મ્યુ. કોર્પોરેશન દ્વારા એકટ ૧૯૪૯ની કલમ રપ૪/૨૬૦ (૧) ની નોટીસ ફટકારવામાં આવતા આજે બપોરે ૧ર કલાકે  વોર્ડ નં. ૧૮ના કોંગી કોર્પોરેટરો દ્વારા આ અંગે મ્યુ. કમિશ્નર અને ટાઉન પ્લાનીંગ અધિકારીને આ અંગે યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી હતી.

 

(3:06 pm IST)