Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

અમારે આરોપી નથી બનવુ, અમારા ગોડાઉનોમાંથી મગફળી ઉઠાવી લઇ ભાડાકરાર રદ કરોઃ ૧૫ ગોડાઉન માલીકો દ્વારા કલેકટરને આવેદન

રાજકોટ, તા., ૧૭: ગોંડલના ઉમવાડા રોડ ઉપર ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યાની ઘટના બાદ ગોડાઉન માલીકોએ કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવીને અમારે આરોપી નથી બનવું અમારા ગડાઉનોમાંથી મગફળી ઉઠાવી લઇને ભાડાકરાર રદ કરવા માંગણી કરી છે.

કલેકટરશ્રીની ગોંડલની રઘુવંશી કોટન જીનીંગએન્ડ પ્રેસીંગ પ્રા.લી. રઘુવીર કોટેક્ષ પ્રા.લી. હડમતાળાની રાઘેશ્યામ ફાઇબર્સ પ્રા.લી. બીલીયાળાની રઘુવંશી ફાયબર્સ પ્રા. લી. સંતોષ કોટન સ્પીન, ઉનાની રાજારામ ફાયબર્સ પ્રા.લી. શાપરની સાવલીયા કોટન જીનીંગ એન્ડ પ્રેસીંગ પ્રા.લી. અનીડાની બાલકૃષ્ણ કોટન પ્રા.લી. વ્રજ કોટન પ્રા.લી., મોરબીની કવન કોટન પ્રા.લી. તરઘડીની મનમોહન જીનીંગ ઇન્ડસ્ટ્રીઝ ગુરૂકૃપા કોટન ઇન્ડસ્ટ્રીઝ ગોકુલ કોટન ઇન્ડસ્ટીઝ બાલકૃષ્ણ જીનીંગ એન્ડ પ્રેસીંગ પ્રા.લી. અને કેવી કોટન જીનીંગ એન્ડ પ્રેસીંગ પ્રા.લી.ના હોદેદારોએ આગ લાગવાની ઘટના બાદ ભાડાકરાર રદ કરવા માંગણી કરી છે.

તેઓએ જણાવ્યું હતું કે, મિલ્કત ભાડે આપી દીધા બાદ ભાડે આપનારની કોઇ જવાબદારી હોતી નથી આ ઉપરાંત મિલ્કતમાં કોઇ દુર્ઘટના સર્જાઇ અથવા તો ચોરી થાય તો મિલ્કત માલીકની નહી પરંતુ ભાડે રાખનારની જવાબદારી હોય છે. (૪.ર૧)

(4:21 pm IST)