Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ઢેબર રોડ પર છાત્ર રિતેષ પંડયાના મોબાઇલની ઝોટ

રિતેષ દુકાનેથી ઘરે જતોતોને બે શખ્સો મોબાઇલ ઝુંટવી નાશીગયા

રાજકોટ તા.૧૭: ઢેબર રોડ પર ગુરૂકુળ પાસે ચાલીને જઇ રહેલા યુવાનનો મોબાઇલ ચીલઝડપકારો ઝુંટવી નાસી ગયાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ રેલનગર શેરી નં.૩ બ્લોક નં.૧૦૭માં રહેતો અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતો રીતેષ દીનેશભાઇ પંડ્યા (ઉ.વ.૧૮) ત્રણ દિવસ પહેલા ઢેબર રોડ પર આવેલ પોતાની ઓટો ઇલેકટ્રીકની દુકાનેથી ચાલીને ઘરે આવતો હતો. અને મોબાઇલ ફોનમાં વાત કરતો હતો. તે દરમ્યાન ૨૦ થી ૨૫ વર્ષના બે અજાણ્યા શખ્સો બાઇક પર પાછળથી આવી ઝોંટ મારી રીતેષના હાથમાંથી રૂ.૪ હજારની કિંમતનો મોબાઇલ ફોન ઝુંટવી ભાગી હતા. બનાવ બનતા રીતેષે દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ રીતેષે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.(૧.૨)

(4:01 pm IST)