Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

મોઢ વણિક મહાજન દ્વારા રૂગનાથજી મંદિરના પાટોત્સવની ઉજવણી

જ્ઞાતિ રત્નોનું સન્માન : દિવંગતોને મરણોત્તર સન્માન પ્રદાન : પૂર્વ ટ્રસ્ટીઓની સેવા બીરદાવાઇ

રાજકોટ : મોઢ વણિક મહાજન સંચાલિત સમસ્ત મોઢ વણિક જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી રૂગનાથજી (રામચંદ્રજી) મંદિરના ૧૩૦ મા પાટોત્સવની બોઘાણી શેરી સોનીબજાર ખાતે ધર્મમય ઉજવણી કરાઇ હતી. પૂજા, અર્ચન, શ્રીજીનું અભિષેક, આંગી, ધ્વજારોહણ, અનકોટ, મહાઆરતી સહીતના ધાર્મિક અનુષ્ઠાનોનો જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ અવસરે 'ત્રિવેદી સંગમ' કાર્યક્રમના ભાગરૂપે પ્રથમ ચરણમાં મંદિરના પાટોત્સવની અનુષ્ઠાનવિધી અને બાદમાં બીજા ચરણમાં જ્ઞાતિ શ્રેષ્ઠીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સમારોહના અધ્યક્ષસ્થાને 'મોઢ મહોદય' મુખપત્રના રાજકોટ સ્થિત કારોબારી સભ્ય કીરીટભાઇ સી. પટેલ તેમજ ઉદ્દઘાટક તરીકે 'દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ'ના મેનેજીંગ ટ્રસ્ટી અને નગર પ્રા.શિ.સ.ના પૂર્વ ચેરમેન મુકેશભાઇ દોશી ઉપસ્થિત રહેલ. મુખ્ય મહેમાન તરીકે ઉદ્દયોગપતિ રમેશભાઇ જીવાણી, કિશોરભાઇ ભાડલીયા, મોઢ મહોદયના કારોબારી સભ્ય તથા મોઢ વણીક યુવા ગ્રુપના પ્રમુખ કિરેન છાપીયા, પુરાતત્વ વિભાગના નિવૃત્ત અધિકારી આર. પી. વોરા, ડો. કિરીટભાઇ વોરા, હેમલભાઇ મોદી, જગદીશભાઇ ભાડલીયા, અરવિંદભાઇ શાહ, કિરીટભાઇ બખાઇ, રમેશભાઇ પટેલ, મોઢ વણિક મિત્ર મંડળના પ્રનંદભાઇ કલ્યાણી, માતંગી પાટોત્સવ સમિતિના પ્રમુખ શ્રેયાંસભાઇ મહેતા, મોઢ વણીક મહિલા મંડળના પ્રમુખ સરોજબેન ભાઠા, મોઢ વણિક મહીલા સત્સંગ મંડળના પ્રમુખ ગીતાબેન એ. પટેલ, મોઢ વણિક સમાજના કેતનભાઇ, જયેશભાઇ ગાંધી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે કલ્પેશ વોરા, કેતનભાઇ બોઘાણી, મહેન્દ્રભાઇ ગાંધી, ડી. એમ. મહેતા, વનીતાબેન મહેતા, કલાબેન પારેખ, રેખાબેન ગાંગડીયા, જયસુખભાઇ કલ્યાણી, ભૂનેશભાઇ કલ્યાણી, સાગરભાઇ પટેલ, સંદીપભાઇ પટેલ, અતુલ વોરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ત્રીજા ચરણમાં દોઢ દાયકા જુના રાજકોટ મોઢ વણીક મહાજન અને રૂગનાથજી મંદિરના ત્રણ દિવંગત હોદેદારો સ્વ. બીહારીભાઇ વોરા, સ્વ. નવનીતભાઇ વોરા, સ્વ. જયસુખભાઇ વોરાને મરણોતર સન્માન તથા બે પૂર્વ ટ્રસ્ટીઓએ ટ્રસ્ટમાં આપેલ સેવા બદલ સન્માન કરવામાં આવેલ.  જયારે ટ્રસ્ટમાં દિર્ઘ સેવા આપનાર પૂર્વ ટ્રસ્ટી ચંદ્રેશભાઇ વોરા, બકુલભાઇ પારેખને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મોઢ વણીક મહાજનના પ્રમુખ ભાગ્યેશ વોરા, ઉપપ્રમુખ સુનીલ વોરા, મંત્રી અશ્વિન વડોદરીયા, સહમંત્રી કેતન પારેખ, ખજાનચી નીતીન વોરાની રાહબરીમાં કારોબારી સભ્યો કેતન મેસ્વાણી, અશ્વીન પટેલ, સાવન ભાડલીયા, આશીષ વોરા, સુમનભાઇ ગાંધી, નલીન વડોરીયા, જીતુભાઇ વોરા, નલીન ગાંધી, ધર્મેશ વોરા, રાકેશ વોરા, મીલન વોરા, દિપ્તિ વોરા, પલ્લવી વોરા, પરેશ શેઠ, ડો. કમલેશ પારેખે જહેમત ઉઠાવી હતી. (૧૬.૩)

(3:58 pm IST)