Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

વોર્ડ નં.૪ની એક બેઠકની પેટા ચૂંટણીમાં બપોરે ૩ સુધીમાં ૩૫ ટકા મતદાન

૪૬,૮૯૪ હજાર મતદારોઃ ૪૭ મતદાન મથકોઃ ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ સોમવારે મતગણતરી

વોર્ડ નં. ૪માં સવારે મતદાનના પ્રારંભે લાઇનઃ ભાજપ - કોંગ્રેસના આગેવાનો - કાર્યકરોની ફોજ ઉતરીઃ આજે વોર્ડ નં. ૪માં મ્યુ. કોર્પોરેશનની પેટાચૂંટણી યોજાઇ તે વખતની તસ્વીરોમાં સવારે વિસ્તારવાસી ભાઇ-બહેનોએ મતદાન માટે લાઇનો લગાવી હતી. તેમજ ચુંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયા તથા કોંગ્રેસના કૈલાશ નકુમે મતદાન કર્યું હતું તે વખતની તસ્વીર. અન્ય તસ્વીરમાં ચુંટણી જંગ માટે ભાજપ - કોંગ્રેસના આગેવાનો - કાર્યકરોનું કોર્પોરેટરોની ફોજ વોર્ડ નં. ૪માં ઉતરી પડી હતી. જેમાં ભાજપના અગ્રીમ હરોળના નેતા અને સિનિયર કોર્પોરેટર નિતીન ભારદ્વાજ, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, કશ્યપ શુકલ, નાગદાનભાઇ ચાવડા, રાજુભાઇ બોરીચા, કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, પરેશ હુંબલ, મહેશભાઇ રાજપૂત, ઘનશ્યામસિંહ જાડેજા વગેરે નજરે પડે છે તથા ચૂંટણીમાં મતદાન બાબતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પત્ની તથા ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીએ પણ વોર્ડ નં. ૪માં મહિલા મોરચાના બહેનો સાથે ફરીને વિગતો મેળવી હતી. તેઓની સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

 

રાજકોટ, તા., ૧૭:  રાજકોટનાં  વોર્ડ નં. ૪ની એક બેઠક માટે શાંતિપુર્ણ મતદાન સવારના આઠ વાગ્યાથી શરૂ થયુ છે. બપોર ર.૦૦ વાગ્યા સુધીમાં માત્ર  ૨૬.૮૬ ટકા મતદાન થયાનું સતાવાર સુત્રોએ ઉમેર્યુ છે.

આ વોર્ડ માં કુલ ૪૭ બુથમાં ૨૫ હજાર પુરૂષ અને ૨૧,૮૦૦ સ્ત્રી મતદાર છે. જેમાં બપોરના ર વાગ્યા સુધીમાં ૬૮૧૧(ર૭.ર૪ ટકા)  પુરૂષ અને ૫૭૮૬ (૨૬.૪૩ ટકા) સ્ત્રીઓ મતદારો સહિત કુલ ૧ર,પ૯૭ એ ર૬.૮૬ ટકા મતદાન કર્યુ છે.

આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત પાંચ ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય બન્ને પક્ષો આ ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવ્યુ છે.કુલ ૪૭ મતદાન મથકો છે.

આ ચૂંટણીની મતગણતરી તા.૧૯નાં સોમવારે જુની કલેકટર કચેરી પાસે આવેલી ઠક્કર બાપા હાઇસ્કુલ  ખાતે હાથ ધરાશે.

શહેરનાં સામાકાંઠે આવેલ વોર્ડ નં. ૪માં કોંગ્રેસના કોર્પોરેટર પ્રભાતભાઇ ડાંગરનું ચાલુ ટર્મે અવસાન થતાં આ વોર્ડની એક બેઠક ખાલી પડી છે.આ બેઠક માટે આજે ચૂંટણીનાં મતદાનનો પ્રારંભ થયો છે. ભાાજપના પરેશ પીપળીયા, કોંગ્રેસનાં કૈલાશ નકુમ સહિત કુલ પાંચ ઉમેદાવરો મેદાને છે.

વોર્ડનં.૪માં આ એક બેઠક કોંગ્રેસ પર હતી. આ વખતે કોંગ્રેસ સતામાં પુનારવર્તનનાં અને ભાજપ સતા પરિવર્તનનો આશાવાદ રાખીને ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી દીધુ છે. બન્ને પક્ષોનું ભાવિ આજે મતદારો નક્કી કરશે.

ચંૂટણી ન્યાય અને નિક્ષપ યોજાય તે માટે મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

મતદાન સંર્દભે રીર્ટનીંગ ઓફીસર શ્રી પટેલ, શીરેસ્તેદાર શ્રી લાવડીયા અને તેમની ટીમ દેખરેખ રાખી રહી છે.

હાલમાં આ વોર્ડમાં ભાજપનાં ૧ તથા કોંગ્રેસનાં ૨ કોર્પોરેટરો છે. કોર્પોરેશનમાં ભાજપનાં ૩૮ તથા કોંગ્રેસનાં ૩૩ સભ્યો છે.

શાહી ભુંસવાની વ્યાપક ફરીયાદો

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૪માં ૧ બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન આજે સવારના ૮.૦૦ વાગ્યાથી શરૂ થયુ છે. મતદારોને વચલી આંગળીમાં શાહીનું ટપકુ લગાવામાં આવે છે. જે શાહી ભુંસવાની વ્યાપકો ફરીયાદો મતદારોમાં ઉઠવા પામી છે.

ઇવીએમ મશીન બદલાવાયુ

રાજકોટઃ આજે સવારે મતદાનનો પ્રારંભ થતાની સાથે વોર્ડ નં. ૪માં ખોડીયાર પરામાં આવેલ  બુથ નં. ૪૩માં ઇવીએમ મશીનમાં ટેકનીકલ ખામી સર્જાતા બદલાવામાં આવ્યુ હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.

 

(3:52 pm IST)