Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ટ્રીઓ ફાયનાન્સ સર્વિસના ડાયરેકટરો સામે કોર્ટમાં ફરિયાદઃ આરોપીને સમન્સ

રૂ. રપ-રપ લાખના બે ચેકો પાછા ફરતાં

રાજકોટ તા. ૧૭: રાજકોટ શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલ એવરગ્રીન એસોસીએટસના ભાગીદાર ફરીયાદી દિલીપ નાનજીભાઇ સખીયાએ બેંગ્લોરમાં આવેલ ટ્રીઓ ફાયનાન્સીયલ સર્વિસીસ તથા તેના ડાયરેકટરો જયંત વોરા તથા દિક્ષીત વરોાનાઓએ લેન્ડ બેઇઝ સોલાર પાવર પ્લાન્ટનું ઇલેકટ્રીક તથા સિવિલ કોન્ટ્રાકટ બેઇઝનું કામ કરાવી કામની લેણી રકમ પેટે આપેલ રકમ રૂ. રપ+રપ લાખ મળી રૂ. પ૦ લાખના ચેકો રીટર્ન થતા તે સબંધે બે જુદી જુદી અદાલતમાં ફરીયાદો દાખલ કરતા રાજકોટના મહે. એડી. ચીફ જયુડી. મેજી. એ બેંગ્લોરમાં આવેલ ટ્રીઓ ફાયનાન્સીયલ સર્વિસીસ તથા જયંત વોરા અને દિક્ષીત વોરાનાઓ વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરી અદાલતમાં હાજર થવા હુકમ ફરમાવેલ છે.

બન્ને ચેકો ફરીયાદીએ તેઓના બેન્ક ખાતામાં રજુ રાખતા ચેકો સ્વીકારયેલ નહીં અને પેમેન્ટ સ્ટોપ્ડ બાય ધી ડ્રોઅરના કારણોસર ચેકો રીટર્ન થતા તેની જાણ તહોમતદારોને કરતા તહોમતદારોએ યોગ્ય પ્રતિભાવ કે પ્રત્યુત્તર આપવાના બદલે ઉધ્ધતાઇભર્યું વર્તન કરતા ફરીયાદીએ તેના એડવોકેટ મારફત તહોમતદારોને ડીમાન્ડ નોટીસ પાઠવેલ.

આ નોટીસ મળી જવા છતાં ઓફીશ્યલ પીરીયડમાં ફરીયાદીનું કાયદેસરનું લેણું અદા ન કરતા ફરીયાદીએ તહોમતદારો વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં બે ફરીયાદો દાખલ કરી દસ્તાવેજો પુરાવા રજુ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરનો પુરાવો જતા તહોમતદારોએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ અન્વયે પ્રથમદર્શનીય ગુનો આચરેલનું ફલિત થતું હોય, તેથી તહોમતદારો વિરૂધ્ધ કાર્યવાહી કરી યોગ્ય નશ્યતે પહોંચાડવા કરેલ રજુઆતો ગ્રાહય રાખી આરોપીઓને અદાલતમાં બન્ને કેસોમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી એવરગ્રીન એસોસીએટસ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા.

 

(3:43 pm IST)