Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

વચ્ચેથી ભાડુ લેવાની ના પાડતાં સિકંદર પર અલી જરીવાલા અને તેના પિતાનો હુમલો

દૂધ સાગર રોડ ગુ.હા. બોર્ડ કવાર્ટરના સાગર ચોકમાં બઘડાટી

રાજકોટ તા. ૧૭: દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં અને જુના કપડાની ફેરી કરવા ઉપરાંત રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં સિકંદરભાઇ ઇકબાલભાઇ કાદરીયા (ઉ.૪૦) પર સાંજે ઘર નજીક સાગર ચોકમાં ઇકબાલ જરીવાલા નામના રિક્ષાચાલક અને તેના પિતા અલીભાઇ જરીવાલાએ હુમલો કરી માર મારી માથામાં પાણકા ફટકારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સિકંદરભાઇના કહેવા મુજબ પોતાની રિક્ષાનું ભાડુ બાંધવા આવતાં મુસાફરોને ઇકબાલ વચ્ચેથી લઇ જતાં તેને સમજાવતાં પિતા સાથે મળી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

(12:47 pm IST)