Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

યુવા ભાજપ દ્વારા વોર્ડ નં. ૫,૭ અને ૧૦ માં રકતદાન કેમ્પ

 પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં ભાજપ યુવા મોરચા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિતે રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવનાર હોય, તે અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટિલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં તા.૧૬ થી તા.ર૬ દરમ્યાન શહેરના તમામ વોર્ડમાં તબકકાવાર મેગા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે  અને આ મેગા રકતદાન કેમ્પ થકી ૧૮૦૦ થી વધુ બોટલ રકત એકત્ર કરવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવેલ છે. આ અંતર્ગત શહેરના વોર્ડ નં.પ, વોર્ડ નં.૭ અને વોર્ડ નં.૧૦ માં રકતદાન કેમ્પ યોજાયો હતો.આ તકે વોર્ડ નં. ૭ ખાતે રકતદાન કેમ્પમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો. પ્રદિપભાઈ ડવ, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર  શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ,  વોર્ડના પ્રભારી પ્રતાપભાઈ વોરા, વોર્ડ મહામંત્રી અનીલ લીંબડ, કોર્પોરેટર દેવાંગ માંકડ, તેમજ વોર્ડ નં.૧૦ માં પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહીલા મોરચાના અગ્રણી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશ હુંબલ, વોર્ડપ્રમુખ રજનીભાઈ ગોલ, કોર્પોરેટર ચેતન સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, રાજશ્રીબેન ડોડીયા તમજ સંગીતબેન છાયા, અશ્વીન ભોરણીયા, વીણાબેન મહેતા, મેઘાબેન વૈષ્ણવ, નીતાબેન વઘાશીયા, મધુબેન પટોળીયા, કુલદીપસિહ જાડેજા  સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. વોર્ડ નં.પ ખાતે અશોક લુણાગરીયા, દિલીપ લુણાગરીયા,  રમેશ અકબરી, દિનેશ ઘીયાડ, મુકેશ ધનસોતા, દિનેશ ડાંગર, પરેશ પીપળીયા, કાળુભાઈ કુંગશીયા, રસીલાબેન સાકરીયા,  કલ્પનાબેન કિયાડા, અશોકભાઈ ઠુંમર, હાર્દીક વોરા સહીતના ઉપસ્થિત રહયા હતા.  આ રકતદાન કેમ્પને સફળ બનાવવા  શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટિલવા, મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાના નેતૃત્વમાં યુવા મોરચાના  જયકિશન ઝાલા, પુર્વેશ ભટ્ટ, પ્રવિણભાઈ સેગલીયા, સહદેવસિંહ ડોડીયા, પાર્થરાજસિંહ ચૌહાણ, સંજય વજકાણી, અનિરૂઘ્ધ વાળા, વ્યોમ વ્યાસ, ધર્મરાજસિહ જાડેજા, જયભારત  ધામેચા, સંજય વાઘર સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:29 pm IST)