Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

શહેરના ૨૫ બગીચાઓમાં સવારે ત્રણ કલાક દેશભકિતના ગીતો ગુંજશે

રાજકોટ તા. ૧૭ : ૨૬ જાન્યુઆરી અંતર્ગત શહેરના વિવિધ ૨૫ બગીચાઓમાં સવારે ૬ થી ૯ સુધી દેશ ભકિત ગીતોનું આયોજન કરવામાં આવેલ છે.

શહેરમાં ૨૬ જાન્યુઆરી અંતર્ગત સવારે ૬ થી ૯ દેશ ભકિત ગીતો સાઉન્ડ સિસ્ટમ દ્વારા વગાડવાનું આયોજન કરેલ હોઈ જેની શરૂઆત આજથી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ડે.કમિશનર નંદાણી, સિંહ, પ્રજાપતિ, એડી. સિટી એન્જીનીયર ડી. યુ. જોષી, આસી. મેનેજર ડી. એમ. ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષમાં રાજકોટ શહેરમાં રાજય કક્ષાની ઉજવણી અંતર્ગત આગામી ૨૬મી જાન્યુઆરી સુધી રાજકોટ શહેરના જુદા જુદા ૨૫ ગાર્ડન જેમ કે જયુબેલી ગાર્ડન, શારદા બાગ, એસ્ટ્રોન ચોક ગાર્ડન, શેઠ હાઇસ્કુલ સામે ગાર્ડન, સોરઠીયા ચોક ગાર્ડન, બાલમુકુંદ ગાર્ડન, લાલબહાદુર શા સ્ત્રી ગાર્ડન, ભગતસિંહ ગાર્ડન, પારૂલ ગાર્ડન, ચંદ્રશેખર ગાર્ડન અને પ્રદ્યુમન પાર્ક ખાતે સવારે ૬ થી ૯ સુધી દેશ ભકિત ગીતોનું આઓજન કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય ભાવના પ્રબળ બને તેવા શુભ હેતુથી પ્રજાસતાક પર્વની ઉજવણી સુધી દેશ ભકિત ગીતો તમામ ગાર્ડનમાં ચાલુ રાખવામાં આવશે.

(4:06 pm IST)