Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

પંચનાથ ડીસ્પેન્સરીમાં ૩૭ પક્ષીઓની સઘન સારવાર

રાજકોટ : મકર સંક્રાંતના પર્વે જયારે લોકો આનંદ કરતા હતા ત્યારે પંચનાથ એનીમલ એન્ડ બર્ડ ડીસ્પેન્સરીમાં સઘન સેવા યજ્ઞ ચાલી રહ્યો હતો. ૩૭ જેટલા પક્ષીઓને સારવાર અપાઇ હતી. કબુતર, ચામાચીડીયુ સહીતના ઘાયલ પક્ષીઓને અહીં સારવાર અપાયેલ. કોઇને તુટી ગયેલી પાંખ સાંધી અપાયેલ તો કોઇના ગળા અને ડોકના ઓપરેશન કરવામાં આવ્યા હતા. ર કબુતરને વેન્ટીલેટર સારવાર અપાઇ હતી. આ ડીસ્પેન્સરી પર ડો. વિવેક કલોલા અને તેમની ટીમે સતત સેવા આપી હતી.

(4:02 pm IST)