Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ત્રણેય ઝોનમાં લોકડાયરા

૧૮મીએ ઓસમાણ મીર - ૧૯મીએ કિર્તીદાન ગઢવી - ૨૦મીએ ગીતાબેન રબારી લોકસાહિત્યની રમઝટ બોલાવશે : મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડ, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઇ વાગડિયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કાર્યક્રમનું જાહેર નિમંત્રણ

રાજકોટ તા. ૧૭ : ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ - ૨૦૨૦ ની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થઈ રહેલી હોય જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટનાં વ્હાલા શહેરીજનો માટે ત્રણેય ઝોનમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.

આ અંગે વધુ માહિતી આપતા માન.મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા,  આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા જણાવવામાં આવેલ છે કે ત્રણેય ઝોનમાં નીચે મુજબની વિગતે અલગ અલગ જગ્યાએ યોજાનાર લોક ડાયરામાં કીર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

(૧) તા.૧૮ના રોજ રાત્રે ૯ કલાકે, સ્વામી નારાયણ ચોક, પી.ડી. માલવીયા કોલેજ પાછળ લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય રાજયનાં મહિલા અને બાલ કલ્યાણ વિભાગના મંત્રી વિભાવરીબેન દવેનાં હસ્તે કરવામાં આવશે. જેમાં ઓસમાણ મીર તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

(૨) તા.૧૯નાં રોજ રાત્રે ૯ કલાકે, નાના મવા સર્કલ ગ્રાઉન્ડ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનાં  હસ્તે કરવામાં આવશે. જેમાં કીર્તીદાન ગઢવી તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

(૩) તા.૨૦નાં રોજ રાત્રે ૯ કલાકે, પાણીનાં ઘોડા પાસે, બાલક હનુમાન મંદિર, પેડક રોડ, ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું દીપ પ્રાગટ્ય રાજયનાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગના મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાનાં હસ્તે કરવામાં આવશે. જેમાં ગીતાબેન રબારી તથા સાથી કલાકારો દ્વારા લોક ડાયરો કરવામાં આવશે.

આ તમામ લોક ડાયરા કાર્યક્રમોમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે મોહનભાઈ કુંડારિયા – સંસદસભ્ય, રાજકોટ,  કમલેશભાઈ મીરાણી – પ્રમુખ, રાજકોટ શહેર ભા.જ.પ.,  ધનસુખભાઈ ભંડેરી - ચેરમેન ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ, નીતિનભાઈ ભારદ્વાજ – પ્રદેશ ભાજપ અગ્રણી, ગોવિંદભાઈ પટેલ – ધારાસભ્ય, રાજકોટ, અરવિંદભાઈ  રૈયાણી – ધારાસભ્યશ્રી, રાજકોટ, લાખાભાઈ સાગઠીયા – ધારાસભ્યશ્રી, રાજકોટ, શ્રીમતી અંજલીબેન રૂપાણી – પ્રભારીશ્રી, રાજકોટ શહેર ભા.જ.પ. મહિલા મોરચો ઉપસ્થિત રહેશે.

આ તમામ લોક ડાયરા કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન તરીકે ભીખાભાઈ વસોયા -  પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ, ભાનુબેન બાબરીયા – રાષ્ટ્રીય મંત્રી, અનુસુચિત જાતિ મોરચો, અશ્વિનભાઈ મોલીયા - ડે. મેયર, રાજકોટ મ્યુ.કો., દેવાંગભાઈ માંકડ - મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ., કિશોરભાઈ રાઠોડ - મહામંત્રી શ્રી, રાજકોટ શહેર ભા.જ.પ., જીતુભાઈ કોઠારી - મહામંત્રી શ્રી, રાજકોટ શહેર ભા.જ.પ. હાજર રહેશે.આ તમામ લોક ડાયરા કાર્યક્રમોમાં અતિથી વિશેષ તરીકે દલસુખભાઈ જાગાણી - નેતા શાસક પક્ષ, રાજકોટ મ્યુ.કો., વશરામભાઈ સાગઠીયા – નેતાશ્રી વિપક્ષ, રાજકોટ મ્યુ.કો., અજયભાઈ પરમાર – દંડક, શાસક પક્ષ, રાજકોટ મ્યુ.કો. હાજર રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાનાં મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર  ઉદિત અગ્રવાલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડીયા,  આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા તથા પદાધિકારીઓ દ્વારા રાજકોટનાં વ્હાલા શહેરીજનોને આ લોક ડાયરા કાર્યક્રમમાં પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવેલ છે.

(3:53 pm IST)