Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ખંઢેરીનું મેદાન હજજારો દર્શકોની ચિચીયારીઓથી ગુંજી ઉઠ્યુ : ક્રિકેટ પ્રેમીઓને જલ્સા

રાજકોટ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખંઢેરીના મેદાનમાં ડે એન્ડ નાઈટ વન-ડે મુકાબલો શરૂ થયો છે. ભારત દાવમાં આવ્યુ છે. આખુ સ્ટેડિયમ દર્શકોથીખીચોખીચ ભરાઈ ગયુ છે. ઉલ્લેખનીય છે કે આજના મેચના પગલે વ્હેલી સવારથી જ ખંઢેરી સ્ટેડિયમ ખાતે ક્રિકેટપ્રેમીઓ પહોંચી ગયા હતા. મહામુકાબલો શરૂ થઈ ગયો છે. દર્શકોની ચિચીયારીઓ ગુંજી ઉઠી છે. તસ્વીરમાં ટોસ સમયે વિરાટ અને ફિન્ચ સાથે કોમેન્ટેટર સંજય માંજરેકર તેમજ નીચેની તસ્વીરોમાં ક્રિકેટપ્રેમીઓનો સમુદાય નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:30 pm IST)