Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

જંગલેશ્વરના પચાસ વર્ષિય મંજુબેન કોળીએ બેભાન હાલતમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૭: જંગલેશ્વર શાળા નં. ૭૦ પાસે રહેતાં મંજુબેન કેશુભાઇ સવાસણીયા (ઉ.વ.૫૦) નામના કોળી મહિલા રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર મંજુબેનને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. ભકિતનગર પોલીસે એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી.

(1:07 pm IST)