Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

બામણબોરના યુવાન ચનાભાઇ બથવારનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૭: બામણબોર જીઆઇડીસીમાં હિંગળાજ હોટેલ પાસે રહેતાં ચનાભાઇ પુનાભાઇ બથવાર (ઉ.વ.૩૫) નામના ચમાર યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. ચનાભાઇને સાંજે પાંચેક વાગ્યે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

મૃત્યુ પામનાર ચનાભાઇ છુટક મજૂરી કરતાં હતાં અને ચાર ભાઇ તથા બે બહેનમાં ત્રીજા હતાં. તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલાએ  કુવાડવા જાણ કરતાં હેડકોન્સ. કે. સી. સોઢાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:06 pm IST)