Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સાગર દારૂ પીધેલો અને હિરલ દારૂ સાથે પકડાઇ

રાજકોટ તા. ૧૭: સાધુ વાસવાણી રોડ પર જનકપુરી સામે ચાર માળીયા કવાર્ટર રૂમ નં. ૧૨૧૫માં તેમજ કોઠારીયા સોલવન્ટ પાસે હરિદ્વાર સોસાયટીમાં રહેતો સાગરગીરી દિનેશગીરી ગોસ્વામી (ઉ.૨૧) આજીડેમ ચોકડી પાસે દારૂ પી નીકળતાં હેડકોન્સ. એમ. બી. જાડેજા અને કોન્સ. કલ્પેશભાઇ ચાવડાએ પકડી લીધો હતો.

રૈયા રોડ હનુમાન મઢી પાછળ છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતી હિરલ રાજૂ દેવીપૂજકને રૂ. ૧૦૦ના દેશી દારૂ સાથે હેડકોન્સ. સંતોષભાઇ મોરી, કોન્સ. અમીનભાઇ કરગથરાએ પકડી હતી.

(1:06 pm IST)