Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

મુકામ પ્રધાનમંત્રી કાર્યાલય...રાજકોટ જિલ્લા ભાજપે ૨૧૦૦૦ પોસ્ટકાર્ડ રવાના કર્યા

વડાપ્રધાનને અભિનંદન આપવાનો અવસર આવતા પોસ્ટ ઓફિસ માટે 'અચ્છે દિન'

રાજકોટ જિલ્લા ભાજપના ડી.કે. સખિયા, ભાનુભાઈ મહેતા, વલ્લભભાઈ શેખલિયા, હિરેન જોષી વગેરેએ પોસ્ટ ઓફિસ ખાતે વડાપ્રધાનને લખેલા અભિનંદનના પોસ્ટકાર્ડ ટપાલપેટીમાં નાખેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા. ૧૭ :. જિલ્લા ભાજપા પ્રમુખ ડી.કે. સખિયાના માર્ગદર્શન હેઠળ મહામંત્રી ભાનુભાઈ મેતાએ અભિનંદન આપતા પોસ્ટકાર્ડ રવાના કરતા જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાયદો ૨૦૧૯ પસાર કરવામાં આવેલ છે ત્યારે વર્તમાન સરકારે આજના વિભાજીત વૈશ્વિક પરીપેક્ષ્યમાં એક ઉમદા ઉદાહરણ બની રહેશે. અગણિત પરિવારોનો માનવ અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરાશે.

વોટબેંક અને તુષ્ટિકરણની રાજનીતિથી ઉપર આવી વર્તમાન નરેન્દ્રભાઈ મોદી સરકારે તમામ પ્રકારના અવરોધો અને જટિલતા ભર્યા કાયદાને સરળતા કરી તમામ ધર્મના લોકો ભારતની નાગરિકતા મેળવવા માટે માન્ય રહેશે. સીએએના કાયદાને સમર્થન આપવા રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા પોસ્ટકાર્ડ લખીને અભિનંદન પાઠવી પોસ્ટકાર્ડ ગઈકાલે પોસ્ટ ઓફિસ મારફત રવાના કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મહામંત્રી ભાનુભાઈ મેતા, જીલ્લા પત્ર લેખન ઈન્ચાર્જ હિરેન જોશી, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ શેખલિયા, કોટડા સાંગાણી તાલુકા મહામંત્રીઓ રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ વઘાસિયા, જયેશભાઈ પંડયા, દિનેશભાઈ વિરડા, રજનીભાઈ સખીયા, હરેશભાઈ મકવાણા, જસમતભાઈ સાંગાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:33 am IST)