Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

મહિલા બાળ કલ્યાણમાં ભાવનાબેન ભૂત, સિંચાઈમાં નાનજીભાઈ ડોડિયા અધ્યક્ષ

જિલ્લા પંચાયતની બે સમિતિઓમાં કોંગ્રેસનો વટઃ બે સભ્યોને પાર્ટીની વફાદારીનું ફળઃ ખાટરિયા જુથનો હાથ ઉપર

રાજકોટઃ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે બે સમિતિઓની બહુમતીથી રચના કર્યા બાદ આજે બન્ને સમિતિના અધ્યક્ષની એક એક કલાકના અંતરે ચૂંટણી યોજાયેલ. બન્નેમાં કોંગ્રેસના સભ્ય ચૂંટાયા છે. બન્ને સભ્યોને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની વફાદારીનું મીઠુ ફળ આજે મળ્યુ છે. અર્જુન ખાટરિયા જુથનો હાથ ઉપર રહ્યો છે.

મહિલા અને બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ તરીકે જામકંડોરણા તાલુકાની દડવી બેઠકમાંથી ચૂંટાયેલા શ્રીમતિ ભાવનાબેન સેજુલભાઈ ભૂતનું નામ હેતલબેન ગોહેલે મુકેલ તેને અર્ચનાબેન સાકરિયાએ ટેકો આપેલ. અન્ય કોઈની ઉમેદવારી ન થતા સમિતિના સચિવ અધિકારીએ તેમને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરેલ. ભાવનાબેન જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ છે. મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર પ્રમુખ મનિષાબા વાળા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયા વગેરેએ તેમને સન્માનિત કર્યા હતા. સિંચાઈ તથા સહકાર સમિતિના અધ્યક્ષ તરીકે રાજકોટ તાલુકાની નવાગામ બેઠક પરથી ચૂંટાયેલા મુકસેવક નાનજીભાઈ ડોડીયાનું નામ પરસોતમભાઈ લુણાગરીયાએ મુકેલ તેને હેતલબેન ગોહેલે ટેકો આપ્યો હતો. આ સમયે કાર્યકારી અધ્યક્ષ તરીકે વિનુભાઈ ધડુકે ફરજ બજાવેલ. અન્ય કોઈએ ઉમેદવારી ન કરતા સમિતિના સચિવ એમ.એમ. માંકડિયાએ નાનજીભાઈને પણ સમિતિના અધ્યક્ષ તરીકે બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે ચેકડેમોની મરામતના કામને અગ્રતા આપવાનું અને વિભાગની ખાલી જગ્યાઓ પર નિમણૂક કરાવવાના કામને અગ્રતા આપવાનું જાહેર કર્યુ છે. ભાવનાબેન (મો. ૯૯૭૯૨ ૪૬૪૬૮) અને નાનજીભાઈ (મો. ૯૮૨૫૬ ૨૦૦૭૨) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:54 pm IST)