Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

કાલે વિજયભાઇના હસ્તે પ્લોટ ફાળવણી ડ્રોઃ લોકોને ઉમટી પડવા ભાજપની અપીલ

ખીરસરા જી.આઇ.ડી.સી. લોધિકા તાલુકાના વિકાસને વેગ આપશેઃ પીપરડીમાં નવી જી.આઇ.ડી.સી.ના ટકોરા

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ખાતે કાલે મુખ્યમંત્રીના હસ્તે થનાર પ્લોટ ફાળવણી ડ્રો. નિમિતે આજે તાલુકા- જિલ્લા ભાજપના આગેવાનો ડી.કે. સખિયા, લાખાભાઇ સાગઠિયા, ભાનુભાઇ મેતા, મનસુખ સરધારા, ભરતસિંહ જાડેજા વગેરેએ અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ,તા.૧૭: નવનિર્મિત ખીરસરા જી.આઇ.ડી.સી.ના ખાતમુહુર્ત પ્રસંગમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે તા.૧૮ રોજ હોય અને સ્થળ પર પ્લોટ ફાળવવી માટે મુખ્યમંત્રીના હસ્તે ડ્રો થવાનો હોય ઉદ્યોગ કરો અને લોધીકા તાલુકાના લોકોમાં ખુબ જ ઉત્સાહ હોય તાલુકાભરમાં લોકોને ઉમટી પડવા ભાજપ દ્વારા હાકલ કરવામાં આવે છે. કાર્યક્રમ કાલે સવારે ૧૦ વાગ્યે ખીરસરા જી.આઇ.ડી.સી. ખાતે યોજાનાર છે. નજીકમાં પીપરડી ખાતે વધુ એક જીઆઇડીસી બનાવવા સર્વ કરાયો છે.

મેટોડા જી.આઇ.ડી.સીમાં ૨૦૦૦ યુનિટો ચાલુ છે. અને લોધીકા તાલુકો કાલાવડ, પડધરીના લોકોને ભરપુર રોજગારી પુરી પાડે છે. જેથી આ વિસ્તારમાં નવી જી.આઇ.ડી.સી. માટેની ખુબ માંગણી હતી. જેથી ખીરસરા ગામની સરકારી ખરાબાની જમીનમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા અને સ્થાનિક ધારાસભ્યના પ્રયત્નથી સરકાર દ્વારા ૯૨ હેકટર જમીન જી.આઇ.ડી.સીને આપી. નવી જી.આઇ.ડી.સી નિર્માણ પામી રહી છે. જેથી લોધીકા તાલુકાને નવી જી.આઇ.ડી.સી મળેલ છે. અને આ જી.આઇ.ડી.સીને કાલાવડ રોડ થી જી.આઇ.ડી.સી સુધી ફોરલેનથી જોડવામાં આવશે. આંતરીક રસ્તા મુખ્ય રોડ ૪૦ મીટર અને ૩૦ મીટર ૧૮મીટર રોડનાં કામ સ્પીડથી ચાલુ થયા છે. જી.આઇ.ડી.સી ૫૦૦ મીટર થી ૩૦૦૦મીટરનાં ૪૭૧ પ્લોટ રૂ.૩૭૫૦/-નાં ભાવથી કોમ્પુટરરરાઇઝ ડ્રો થી સ્થળ પર ફાળવણી થશે જે માટે ૯૦૦૦ અરજી આવેલ છે.

કાલે તાલુકાભરનાં લોકો અને ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉમટી પડવા ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, જીલ્લાનાં મહામંત્રી ભાનુભાઇ મહેતા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, રા.લો. સંઘ વાઇસ ચેરમેન મનસુખભાઇ સરધારા, જીલ્લા ભાજપ મંત્રી શ્રી મોહનભાઇ દાફડા, તા. પૂ. ઉપપ્રમુખ ઉમેશભાઇ પાંભર ,જેન્તીભાઇ સભાયા, લાખાભાઇ ચોવટીયા, દિલીપભાઇ કુંગશીયા વગેરેએ હાકલ કરેલ છે.

ભાજપા આગેવાનોએ નિર્દષ કરેલ કે હાલ મેટોડા જી.આઇ.ડી.સી કાર્યરત છે. ખીરસરામાં જી.આઇ.ડી.સીનું કામ ચાલુ છે. લોધિકાથી ૮ કિ.મી અને ચાંદલાથી માત્ર ૩ કિ.મી દુર આવેલ પીપરડી ગામ પાસે વધુ એક જી.આઇ.ડી.સી બનાવવા વહીવટી તંત્ર દ્વારા સર્વની કામગીરી થયેલ છે. ૧૦ કિ.મીના વિસ્તારમાં ૩ મોટી ઔદ્યોગિક વસાહતો આકાર લેવાથી વેપાર -ઉદ્યોગ અને રોજગારી માટે વિકાસ નવા દ્વાર ખુલશે.(

(11:25 am IST)