Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

માસુમ કૌશલ સાથે કોહલીએ ખેંચી તસ્વીર

કૌશલની કથની જાણીને કોહલીએ કહ્યું હું તેની સાથે ફોટો નહીં હું પોતે જ સેલ્ફી પડાવવા ઈચ્છું છું

રાજકોટ : રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં બની છે. કૌશલ નામના છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે ખુદ વિરાટ કોહલીએ સેલ્ફી પડાવી છે.

કૌશલના પરિવારજનોએ જણાવ્યું હતું કે કૌશલ જયારે સાત વર્ષનો હતો ત્યારે તેને બ્લડ કેન્સર ડિટેકટ થયું હતું. જે બાદ તે જયારે પોણા નવ વર્ષનો હતો ત્યારે તેને મગજનું કેન્સર ડિટેકટ થયું હતું. એક તરફથી પરિવાર જયારે કૌશલનું બ્લડ કેન્સર મટાડવા માટે તેની સારવાર કરી રહ્યો હતો તેજ સારવાર દરમિયાન કૌશલ ને મગજનુ કેન્સર પણ ડિટેકટ હતા પરિવારજનો પર અણધારી આફત આવી પડી હતી. પરિવારે ન માત્ર રાજકોટ ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજયોમાં પણ કૌશલ ને લઇ જઇ તેની સારવાર કરાવી હતી. આજે ઈશ્વરની કૃપા અને તબીબોની મહેનતના કારણે કૌશલને એક પણ જાતની બીમારી નથી આજે તે કેન્સરથી મુકત છે

કૌશલ જયારથી સમજણો થયો ત્યારથી તે વિરાટ કોહલીનો પ્રશંસક છે. વિરાટ કોહલી જયારે જયારે મેચમાં આઉટ થાય છે ત્યારે ત્યારે કૌશલ ખૂબ નિરાશ થઈ જાય છે તો કયારેક તો તે રડવા પણ માંડે છે. ત્યારે કૌશલના પરિવારજનોએ રાજકોટના ડી.સી.પી રવી મોહન સૈની તેમજ રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહને રજૂઆત કરી હતી કે તેમના બાળકને વિરાટ કોહલી સાથે ફોટો પડાવવાની ઈચ્છા પૂર્ણ કરવામાં આવે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહે કૌશલની ઈચ્છા અંગે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને જણાવી હતી. તો સાથે જ કૌશલની ભૂતકાળની બીમારી અંગે તેમજ તેની કોહલી પ્રત્યેની ચાહના અંગે પણ માહિતગાર કર્યા હતા. આ પછી વિરાટ કોહલીએ જ કહ્યું હતું કે કૌશલ સાથે ફોટો નહીં પરંતુ હું પોતે જ સેલ્ફી પડાવવા ઇચ્છું છું.(૩૭.૫)

 

(11:28 am IST)