Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

વિવેકાનંદ નગરમાં પેવીંગ બ્લોક કામનો પ્રારંભ

 વોર્ડ નં. ૧૬ના જાગૃત કોર્પોરેટર રૂચીતાબેન જોષીની ગ્રાન્ટમાંથી વોર્ડમાં આવેલ વિવેકાનંદ શેરી નં. ૩ ની પેટા શેરીમાં પેવીંગ બ્લોક કામનો પ્રારંભ રૂચીતાબેન જોષીના હસ્તે અને વોર્ડના કોર્પોરેટર નરેન્દ્ર ડવ, સુરેશ વસોયા તથા કંચનબેન સિધ્ધપુરાની ઉપસ્થિતિમાં કરાવવામાં આવ્યો હતો. આ તકે વોર્ડ ભાજપ મહામંત્રી જીતુભાઇ સીસોદીયા, જતીન પટેલ તેમજ સ્થાનીક અગ્રણી જયદીપભાઇ ડોડીયા, ઇશ્વરભાઇ ચોટલીયા, ઉદયભાઇ આહીર, ધર્મેશભાઇ ચોટલીયા, ભાવેશભાઇ જોષી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(4:00 pm IST)