Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

એરપોર્ટ રોડ વિસ્તારના નરસિંહ મહેતા ઉદ્યાનમાં સિકયોરીટી ગાર્ડ કોન્ટ્રાકટમાં ગોલમાલ ઝડપી લેતા ડે.મેયર

ડો. દર્શિતા શાહે રાત્રે ઓચિંતુ ચેકીંગ કરતા સિકયોરીટી ગાર્ડ હતા જ નહી ! તાબડતોબ ડે.કમિશનર સિંઘને સ્થળ પર બોલાવી રંગેહાથ ઝડપેલા કારસ્તાન સામે પગલા લેવડાવ્યા : જુનાગઢની ભારત સિકયોરીટી એજન્સીને નોટીસ ફટકારાઇ

રાજકોટ તા. ૧૬ : મ.ન.પા. દ્વારા જુદા-જુદા બગીચાઓની સુરક્ષા માટે સિકયોરીટીના કોન્ટ્રાકટ અપાયા છે. જેમાં સિકયોરીટી ગાર્ડ મુકવામાં જબરી ગોલમાલ ડે.મેયર ડો. દર્શીતા શાહે ઝડપી લેતા જવાબદાર સિકયોરીટી એજન્સીને મ્યુ. કમિશનર દ્વારા શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી છે.

આ અંગે માહિતી આપતા ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહે જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી મિલકતોની જાળવણી માટે ૧૯-જેટલી પ્રાઈવેટ સિકયુરીટી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. જેમાં ૬૪૬ જેટલા સિકયુરીટીગાર્ડ  અલગ-અલગ જગ્યાએ ફરજ બજાવે છે. તેમજ આ માટે રાજકોટ મહાનગરપાલિકા માસિક રૂ.૯,૨૫,૨૩૩૫નો ખર્ચ કરે છે.

આ સિકયુરીટીગાર્ડ જે-તે સ્થળે નિયમિત ફરજ બજાવે છે કે નહી, આ અંગે સરપ્રાઈઝ ચેકીંગ ડેપ્યુટી મેયર તથા ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહ સાથે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં ગાર્ડનોમાં ચેકીંગ કરવામાં આવેલ રાજકોટ મહાનગરપાલિકા હસ્તક જુદા-જુદા ગાર્ડનોમાં રાઉન્ડ ધ કલોક સિકયુરીટી ગાર્ડ ફરજ પર મુકવામાં આવેલ છે. જે સંદર્ભ નરસિંહ મહેતા ઉદ્યાન ખાતે રાત્રીના સમયે ચેકીંગ હાથ ધરવામાં આવેલ અહી બે સિકયુરીટીગાર્ડ ફરજ પર રાખવામાં આવેલ છે.  સિકયુરીટીગાર્ડ ને ૦૮-૦૦ થી ૧૬-૦૦ તથા ૧૬-૦૦ થી ૨૪-૦૦ ફરજ સોંપવામાં આવેલ છે. પરંતુ રાત્રીના સમયે આ સિકયુરીટીગાર્ડ ફરજ પર હતા જ નહીં. આ બાબત ઘણી ગંભીર જણાય છે. આ અંગે સત્વરે ડેપ્યુટી મેયરશ્રી દ્રારા ડેપ્યુટી કમિશનરને પગલા લેવા સ્થળ પર સુચના આપવામાં આવેલ છે. જે સંદર્ભ ડેપ્યુટી કમિશનરની સુચના અન્વયે સુરક્ષા અધિકારી દ્વારા સત્વરે આ સિકયુરીટીગાર્ડની એજન્સી જય ભારત સિકયુરીટી ઓર્ગેનાઈજેશન, જુનાગઢને સિકયુરીટીગાર્ડની ફરજ પર બેદરકારી સંદર્ભ તેની નોટિસ આપવામાં આવેલ છે. તેમજ ખુલાસો કરવા જણાવામાં આવેલ છે.

વધુમાં ડો.દર્શિતાબેન શાહે જણાવેલ મહાનગરપાલિકા મિલકતોની જાળવણી માટે સિકયુરીટી એજન્સી પાછળ મોટા ખર્ચ કરે છે. ત્યારે ફરજ પર અનિયમિતતા    જે-તે સ્થળે દબાણ તેમજ અસામાજિક પ્રવૃતિ થાય અને સિકયુરીટીગાર્ડની ફરજ હોય છતાં આવી પ્રવૃતિ થાય આ બાબત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહી આવે. જેથી આ અંગે ડેપ્યુટી કમિશનરને  સત્વરે તમામ એજન્સીઓને ફાળવેલ સિકયુરીટીગાર્ડનાં તમામ પોઈન્ટ પર તપાસ હાથ ધરવા અને દબાણ કે અસામાજિક પ્રવૃતિ થાય તો પ્રથમ જવાબદારી જે-તે સિકયુરીટી એજન્સી અને સિકયુરીટીગાર્ડની હોય તો તેની સામે કડક હાથે પગલા લેવા સુચના અપાવામાં આવેલ છે.(

(3:22 pm IST)