Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

શનિ-રવિ ઓલ ઇન્ડિયા ઓપન રેપીડ અન્ડર ૧૧,૧૬ અને બ્લીટસ ટુર્નામેન્ટ

વન્ડર ચેસ કલબ દ્વારા આયોજનઃ ૩૫ હજારના રોકડ પુરસ્કારો અપાશે

રાજકોટઃ તા.૧૬, આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલ બે ખેલાડીઓ તથા ૩૨ મોહરા થી રમાતી બુધ્ધીમાની શ્રેષ્ઠ રમત શતરંજએ અખંડ ભારત દ્વારા વિશ્વને અપાયેલ ભેટ છે જે હાલમાં ૧૯૦ કરતાં પણ વધુ દેશોમાં રમાય છે. આગામી  તા.૧૮ તથા  ૧૯ (શનિ-રવિ)ના રોજ ખેલાડીઓને સારૂ પ્લેટફોર્મ મળે તે હેતુથી શતરંજ હરીફાઇનું આયોજન કેજી ધોળકીયા સ્કુલ (બાલાજી હોલ પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ)ઓલ ઇન્ડિયા ઓપન રેપીડ અંડર-૧૧, અંડર૧૬, તેમજ બલીટર્સ ટુર્નામેન્ટનું આયોજન રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

વન્ડર ચેસ કલબ આયોજીત આ ટુર્નામેન્ટમાં ઓપન કેટેગરીમાં ભાગ લેનારે તા.૧૮ના રોજ બપોરે ૨:૩૦ કલાકે રીપોર્ટ કરવાનો રહેશે તથા પ્રથમ રાઉન્ડ શાર્પ ૩ કલાકે શરૂ કરવામાં આવશે. કુલ સાત રાઉન્ડ રહેશે. તથા અંડર૧૧, અંડર ૧૬ માટેનું રીપોર્ટીંગ તા.૧૯ના ૮:૩૦ કલાકે રહેશે.

ઓપન કેટેગરી ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને સર્ટીફીકેટ તથા વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા ટ્રોફી (ઓપન રેટીંગ ૧૩૦૦ થી ૧૬૯૯ રેટીંગ ૦ થી ૧૨૯૯ તથા અનરેટેડ) ચાર કેેટેગરીમાં આપવામાં આવશે. તથા બાળકોની ટુર્નામેન્ટ માટે પણ રોકડ પુરસ્કાર સાથે સર્ટીફીકેટ, ટ્રોફી, અને ગીફટસ સાથે કુલ ૩૫ હજાર ના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ તા.૧૮ શનિવારે બપોરે બે કલાકે સ્થળ પર હાજર રહેવુ વધુ વિગત તથા ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે મો.૭૯૮૪૮ ૪૨૬૨૫ , ૮૮૪૯૦ ૦૮૭૫૦ ઉપર નામ નોંધાવી દેવા જણાવાયું છે.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે વ-ડર ચેસ કલબના ડાયરેકટર અભય કામદાર, અર્જુન ચેસ એકેડેમીના ડો. પાર્થ કાનાની, ગૌરવ ત્રિવેદી, જીનીયસ કલબના ક્રિષ્નાબેન, આરબીટર પંકજભાઇ પંચોલી જહેમત ઉઠાવી રહેલ છે.

તસ્વીરમાં ગૌરવ ત્રિવેદી, અભય કામદાર, પાર્થ કાનાણી, જીજ્ઞેશ ધનેશા અને બ્રીજરાજ ગોહીલ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) 

(3:19 pm IST)