Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

બાર એસો.માં ચાલતા એકહથ્થુ શાસનનો હવે અંત આવશે : જીનિયસ પેનલ પ્રમુખ અર્જુન પટેલ

સમગ્ર વકીલ આલમના સારા કાર્ય માટે જીનિયસ પેનલ કાર્ય કરશે : અનિલભાઇ દેસાઇ, વકીલોની મુશ્કેલીઓ - હેરાનગતિનો હવે અંત આવશે : સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ મીટીંગમાં જીનિયસ પેનલને સમર્થન : આજે સાંજે ૧૫૦૦ વકીલોનું મહાસંમેલન યોજાશે

રાજકોટ તા. ૧૬ : હાલમાં રાજકોટ ખાતે આવનારી સમગ્ર શહેરના વકીલોના સંગઠન બાર એશોસીએશનની ચુંટણીનો પ્રચાર જીનીયસ પેનલ દ્વારા પુર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે જીનીયસ પેનલના ઉમેદવારો જેમાં પ્રમુખ પદ માટે અર્જુનભાઇ પટેલ, ઉપપ્રમુખ પદે બીમલભાઈ જાની, સેક્રેટરી પદે પી.સી.વ્યાસ, જોઇન્ટ સેક્રેટરી પદે દીવ્યેશભાઈ મહેતા, ખજાનચીના પદે ડી.બી.બગડા, લાયબ્રેરી સેક્રેટરીના પદે અજયભાઈ જોશી તેમજ નવ સભ્યોની કારોબારીના પદ માટેના ઉમેદવારો અજયસિંહ ચૌહાણ, રાજેશ ચાવડા, હિરેન ડોબરિયા, સાગર હપાણી, મોનીશ જોશી, રાજેન્દ્ર જોશી, કુકડીયા રજનીક, કલ્પેશભાઈ મૈયડ, રવી વાઘેલા, આ તમામ ઉમેદવારો ખુબજ મહેનતથી વકીલ આલમનું સમર્થન મેળવી રહ્યા છે ત્યારે જીનીયસ પેનલના સમર્થનામાં તમામ સમાજના વકીલો સાથે જોડાયેલા છે અને જીનીયસ પેનલને બહુમતીથી જીતાડવા મેદાનમાં ઉતર્યા છે.

સર્કિટ હાઉસ ખાતે જીનીયસ પેનલ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટના ખ્યાતનામ તેમજ સીનીયર ધારાશાસ્ત્રીઓ જ રાજકોટના અલગ અલગ બારમાં વર્ષોથી પ્રેકટીસ કરી રહ્યા છે તેમજ સરકારી વકીલના પદ પર કાર્યરત રહેલ તેવા અનિલભાઈ દેસાઈ, હેમંત શેઠ, નરેશ દવે, પીયુશભાઇ શાહ, જીગ્નેશ સભાડ, જયોતિન્દ્ર મહેતા, કેતન દવે, નીરજ શાહ, કમલેશભાઈ શાહ, સંજય બાવીશી, પથિક દફતરી, જી.કે.ભટ્ટ, રૂપરાજસિંહ પરમાર, જય ચૌધરી, જયેશ જાની, પી.એચ.કોટેચા, પ્રજાપતિ ગીરીશભાઈ, ભગીરથસિંહ ડોડીયા, દિલીપ મીઠાણી, જયપ્રકાશ ત્રિવેદી, બળવંતસિહ રાઠોડ, એન.જે.પટેલ, સુનીલ મોઢા, મહેન્દ્રભાઈ ફળદુ, રાકેશ ગોસ્વામી, બીપીનભાઇ મહેતા, જી.આર.રામાણી, દિલેશ શાહ, જયેશ દોશી, કિશોરભાઈ સખીયા, વી.એચ.પટેલ, સી.એમ.દક્ષિણી, નરેન્દ્રભાઇ બુસા, કેતન ગોસલીયા, અશ્વિન ગોસાઇ, તુષાર બસલાણી, અભય શાહ, તુલસીદાસ ગાંડલીયા, એન.ડી.ચાવડા, યોગેશ રાજયગરૂ, મૌલિક ફળદુ, રવિ ગોગીયા, અમિત વેકરીયા, ચેતન આસોદરિયા, રવિ ત્રીવેદી, દીપક મહેતા, દિલીપભાઈ જોષી, પરાગ વોરા, ભુપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુ શીશાંગીયા, દિનેશ વારોતરીયા, પ્રફુલ વસાણી, જી.બી.ઠુમ્મર, હરેશ દવે, નેમિષ કોટેચા, પી.એમ.પટેલ, મધુભાઈ ખંધાર, મિહિર ત્રિવેદી, રાજકુમાર હેરમા, અપૂર્વ મહેતા, હિતેન મેહતા, દીપેશ અંધારિયા, હેમલ કામદાર, હિત શેઠ, પરેશ ઠાકર, કિરીટ પાઠક, મનીષ ભટ્ટ, માધવ દવે, હેમંત ભટ્ટ, તરૂણ કોઠારી વગેરેઓ હાજર રહ્યા હતા.

જીનીયસ પેનલના પ્રમુખ પદના દાવેદાર અર્જુનભાઇ પટેલએ સર્કીટ હાઉસ ખાતે મળેલ સંમેલનમાં ધારદાર સ્પીચ સાથે જણાવેલ કે એકહથ્થુ શાસનનો હવે અંત આવશે અમારી જીનીયસ ટીમ સીનીયર જુનીયર વકીલોને સાથે રહીને કદમથી કદમ મેળવીને ચાલશે અને વકીલોની દરેક સમસ્યાઓનું સાથે મળીને સમાધાન લાવશે. વધુમાં સીનીયર ધારાશાસ્ત્રી અનીલભાઈ દેસાઈ એ જણાવેલ કે છેલ્લા ઘણા વર્ષાથી બારની હાલત ગંભીર બની ગઈ છે જોહુકમી ચલાવવાવાળા એક શાસનનો અંત લાવવા અમે બનતા બધા પ્રયાસો કરી રહ્યા છીએ અને અમારી જીનીયસ ટીમ આવનાર સમયમાં રાજકોટ બારને પહેલાની જેમ જીવંત કરીને સમગ્ર વકીલ આલમને જરૂર પડ્યે ખભાથી ખભા મેળવીને કામ કરીશું. સર્કીટ હાઉસ ખાતે મળેલ મહાસંમેલનમાં રાજકોટના તમામ બારના સીનીયર વકોલોએ જીનીયસ પેનલના મેનીફેસ્ટોને તાળીઓના ગળગળાટથી વધાવ્યો તેમજ તમામ બાર ના સીનીયર વકીલોએ પોતાની ટીમ સાથે જીનીયસ પેનલને ખુલ્લું સમર્થન જાહેર કરેલ.

પેનલના પ્રમુખ અર્જુન પટેલે વધુમાં જણાવેલ કે, આજ સુધી વકીલોને પડતી મુશ્કેલી જેવી કે કોઇપણ કોર્ટમાં કે પોલીસ તંત્ર દ્વારા હેરાનગતિથી પીડિત વકીલોને આજદિન સુધી કરવી જોઇએ એવી મદદ કરી શકે એવા રાજકોટમાં બારમાં ઘણા વર્ષોથી સેનાપતિ આવ્યા નથી.

જીનિયસ પેનલના તમામ ઉમેદવારો વકીલ આલમને કંઇક આપવાની ભાવના સાથે આવેલા છે અને તેના સમર્થનમાં આજે સાંજે નાગર બોર્ડીંગ ખાતે સાંજે ૭ વાગ્યે મહાસંમેલન યોજાઇ રહેલું છે ત્યારે આ સંમેલનને રાજકોટના તમામ સીનીયર અને જુનિયર વકીલોનું સમર્થન મળેલ છે. તેમ જણાય આવે છે કે આ મહાસંમેલનમાં રાજકોટના ૧૫૦૦ જેવા સીનીયર તથા જુનિયર વકીલો સામેલ થવાના છે.

(3:13 pm IST)