Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

અમીન માર્ગ હિંગળાજનગર ચોકમાંથી પ્રકાશ ચોરાઉ સ્કૂટી સાથે પકડાયો

નેપાળી શખ્સને માલવીયાનગરના રોહિતભાઇ અને કુલદિપસિંહની બાતમી પરથી પકડી લેવાયો

રાજકોટ તા. ૧૬: મુળ નેપાળના શખ્સને માલવીયાનગર પોલીસે અમીન માર્ગ હિંગળાજનગર ચોક પાસેથી ચોરાઉ સ્કૂટી પેપ સાથે પકડી લીધો છે. પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ થતાં આ વાહન ચોરાઉ હોવાનું ખુલ્યું હતું.

માલવીયાનગરના રોહીતભાઇ કછોટ અને કુલદિપસિંહ જાડેજાની બાતમી પરથી પ્રકાશ ઉર્ફ નવરાજ વર્ધીપ્રસાદ ખનાલ (ઉ.૨૨-રહે. સ્ટાર વીલા બંગ્લોઝ, સિકયુરીટીની ઓરડીમાં, અમીન માર્ગ, મુળ વ્યવસ્થીતનગર વોર્ડ નં. ૩ થાના લિમકી, જી. કૈલાલી નેપાળ)ને સ્કૂટી પેટ સાથે પકડી પુછતાછ કરતાં પોતાનું જ હોવાનું રટણ કર્યુ હતું. એપમાં સર્ચ કરતાં તેના માલિક અન્ય હોઇ વધુ પુછતાછ કરતાં વાહન ચોરાઉ હોવાનું ખુલતાં તેની ધરપકડ કરી ૨૦ હજારનું વાહન કબ્જે લેવાયું હતું. ઇન્ચાર્જ પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયા, કમલેશભાઇ,  દિગ્પાલસિંહ,  કોન્સ. કુલદિપસિંહ, હરપાલસિંહ, રોહિતભાઇ, અંકિતભાઇ, હિતેષભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(3:06 pm IST)