Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

બાર એસો.ની ચૂંટણીમાં કારોબારીની જગ્યા ઉંપર ગૌરાંગ માંકડની ઉંમેદવારી

રાજકોટ તા. ૧૬:.. રાજકોટ બાર એસોસીએશન જનરલ ઇલેકશનમાં કારોબારી સભ્યની પોસ્ટ ઉંપર યુવા એડવોકેટ શ્રી ગૌરાંગ અનિરુધ્ધભાઇ માંકડે ઉંમેદવારી નોંધાવેલ છે. કારોબારી સભ્યોની નવ જગ્યા માટે કુલ બત્રીસ ઉંમેદવાર મેદાનમાં છે. તેમાં ક્રમ નં. ર૧થી શ્રી ગૌરાંગ માંકડે ઉંમેદવારી નોંધાવેલ છે.
ગૌરાંગ માંકડ છેલ્લા બાર વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમજ તેઓ રાજકોટ બાર એસોસીએશનની વર્ષ ર૦૧પ તથા ર૦૧૮ ની ચૂંટણીમાં પણ કારોબારી સભ્ય તરીકે જંગી બહુમતીથી ચૂંટાઇ આવ્યા હતા તેમજ રાજકોટ બારમાં શ્રી માંકડે વકીલોના પ્ર‘ો પ્રત્યે નિરાકરણ કરવામાં ખૂબ જ સક્રિય છે તેમજ ખુબ ચાહના ધરાવે છે. શ્રી માંકડને આ વખતે પણ જંગી બહુમતીથી જીતાડવા તેમના મિત્રો પ્રચારમાં જોડાયેલ છે તેમજ તેઓને ઠેરઠેરથી આવકાર મળેલ છે. જુનીયર તેમજ સીનીયર એડવોકેટશ્રીઓએ તેમને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા અપીલ કરેલ છે.

 

(10:14 am IST)