Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

શનિવારે સૌરાષ્ટ્ર યુનિ.નો ૫૫મો પદવીદાન સમારોહ : લાઇવ વેબકાસ્ટ

૧૪ વિદ્યાશાખાના ૨૯૭૨૦ દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે : ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજી, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવે ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવશે : કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણીના સીધા માર્ગદર્શન હેઠળ ૫૫માં પદવીદાન સમારોહની તડામાર તૈયારીઓ : જુદી જુદી કમિટિઓ કાર્યરત

રાજકોટ તા. ૧૬ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પપ મો પદવીદાન સમારંભ આગામી તા. ૧૯/૧ર/ર૦ર૦ ને શનિવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલશ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીના અઘ્યક્ષસ્થાને, ગુજરાત રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચૂડાસમા તથા રાજયકક્ષાના શિક્ષણમંત્રીશ્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ખાસ ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ ડીજીટલ પ્લેટફોર્મ પર યોજાનાર છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ર૯૭ર૦ દિક્ષાર્થીઓને પદવીઓ તથા ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. આ પદવીદાન સમારંભમાં કુલ ર૬ વિદ્યાર્થીઓ રૂબરૂ ઉપસ્થિત રહી પદવી મેળવનાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પપ મા પદવીદાન સમારંભનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્પ્યૂટર સેન્ટરના ડાયેકટરશ્રી પીયુશભાઈ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ www.saurashtrauniversity. edu  અને Saurashtra University youTube પરથી લાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પપ મા ગરીમાપૂર્ણ પદવીદાન સમારંભમાં પદવી મેળવનાર તથા તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓએ પદવીદાન સમારંભનું ઓનલાઈન લાઈવ વેબકાસ્ટીંગનો લાભ લેવા અનુરોધ છે.

આ પપ મા પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખામાં ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા આ મુજબ છે.

વિનયન વિદ્યાશાખા  ૬૫૧૮

શિક્ષણ વિદ્યાશાખા   ૩૭૫૧

વિજ્ઞાન વિદ્યાશાખા   ૬૨૨૩

ઇજનેરી વિદ્યાશાખા  ૦૧

કાયદા વિદ્યાશાખા   ૧૨૮૨

તબીબી વિદ્યાશાખા  ૧૧૪૫

વાણીજય વિદ્યાશાખા ૮૩૯૫

ગ્રામવિદ્યા વિદ્યાશાખા    ૧૪૧

ગૃહવિજ્ઞાન વિદ્યાશાખા   ૧૮૫

બિઝનેસ મેને. વિદ્યાશાખા        ૧૫૮૨

હોમીયોપેથીક વિદ્યાશાખા        ૪૦૮

આર્કીટેકચર વિદ્યાશાખા  ૦૧

પરર્ફોમીંગ આર્ટસ વિદ્યાશાખા    ૧૪

ફાર્મસી વિદ્યાશાખા   ૭૪

આ પદવીદાન સમારોહમાં કુલ ૧૩ વિદ્યાશાખાના ૯૮ વિદ્યાર્થીઓને કુલ ૧૧૪ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે અને ૯ર દાતાશ્રીઓ તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાંથી કુલ ૧૦૮ રોકડ ઈનામો એનાયત કરવામાં આવશે.

પદવીદાન સમારોહના સુચારૂ સંચાલન માટે જુદી જુદી કમિટીઓની  રચના કરવામાં આવેલ છે અને કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવાર ગરીમાપૂર્ણ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે કાર્યરત છે.

૧૩ વિદ્યાશાખાના ૯૮ વિદ્યાર્થીઓને ૧૧૪ ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવશે

સી.યુ.શાહ મેડીકલ કોલેજ, સુરેન્દ્રનગરની વિદ્યાર્થીની શ્રી શાહ રીયા પ્રકાશભાઇને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ ૪ ગોલ્ડ મેડલ અને ૪ પ્રાઇઝ, સી.યુ.શાહ મેડીકલ કોલેજ સુરેન્દ્રનગરની વિદ્યાથી ગઢવી કવિતાને એમ.બી.બી.એસ.માં ૩ ગોલ્ડ મેડલ, સરકારી વિનયન કોલેજ, બાબરાના વિદ્યાર્થી મકવાણા લાલજીને બી.એ.માં ૩ ગોલ્ડ મેડલ, એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગરના વિદ્યાર્થી સરાવના કુમારને એમ.એસ. જનરલ સર્જરીમાં ૩ ગોલ્ડમેડલ, શ્રીમતિ પ્રભાબેન કોલેજ મોરબીની વિદ્યાર્થીની સોડા માધુરીને એલ.એલ.બી.માં ૩ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.

(3:32 pm IST)