Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

કોંગ્રેસને જુથબંધી નડી રહી છે, આગામી ચુંટણીઓમાં પક્ષનું હીત જળવાય તેવા પ્રયાસ જરૂરી : વી. ડી. પટેલ

પ્રદેશ આગેવાનોને પત્ર : પક્ષનો અંદરો અંદરનો સડો જ પક્ષને નડી રહ્યાની લાગણી વ્યકત

રાજકોટ તા. ૧૬ : નવી દિલ્હીથી લઇને રાજય સુધી વકરેલી જુથ બંધી કોંગ્રેસને ભારે નુકશાન પહોંચાડી રહ્યાનો  આક્રોશ રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદભાઇ પટેલ (વી.ડી. પટેલ) એ શહેર કોંગ્રેસ, પ્રદેશ કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસને પાઠવેલા એક પત્રમાં વ્યકત કર્યો છે.તેઓએ જણાવ્યુ છે કે જુથ બંધી નડી રહી છે. તેના કારણે જ ૨૫ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની શકી નથી. અમુક ગણ્યા ગાઠયા નેતા કોંગ્રેસને પ્રાઇવેટ પેઢી તરીકે ચલાવી રહ્યા છે. નગરપાલીકા અને જિલ્લા પંચાયતોમાં પ્રજાએ બહુમતિ આપી હોવા છાતા કોંગ્રેસ જુથબંધીના કારણે ફેંકાતી રહી છે. કોંગ્રેસમાં સારા માણસોને સાઇડ લાઇન કરવામાં આવે છે. અપમાન કરવામાં આવે છે. જો આવુ થતુ રહેશે તો કોંગ્રેસ કયારેય બેઠી નહીં થાય.

કોંગ્રેસની અંદર પણ ઘણા સારા માણસો છે તેમને સુકાન સોંપાય તો જ છબી સુધરી શકે તેમ છે. હવે આગામી ચુંટણીમાં આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે. મારા તારા નહીં પણ જેના લોહીમાં કોંગ્રેસની વિચારધારા હોય તેમને આગળ કરવા અને તેમને જ ટીકીટ ફાળવવામાં આવે તેવી પત્રના અંતમાં વી. ડી. પટેલ (મો.૯૮૨૫૪ ૮૯૪૧૬) એ લાગણી વ્યકત કરી છે.

(2:52 pm IST)