Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

કાલાવડ રોડ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય માટે અન્ય પાણીના ટાંકા ચેક કરાવો : કોંગ્રેસ

રાજકોટ : કાલાવડ રોડ પર ગઇકાલે પાણીનો ટાંકો તૂટવાની ઘટનામાં તંત્રની બેદરકારી છતીઃ શહેરમાં પ૦ વર્ષ જૂના બાંધકામ વાળા પાણીના ટાંકાની સુરક્ષાનું ચેકીંગ કરાવવું જરૂરી : કોઇની જીંદગી જોખમાય તે પહેલા જર્જરીત ટાંકાઓનું સમારકામ જરૂરીઃ કોંગી અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલાની રજૂઆત

(4:12 pm IST)
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકસભાની સીટ 543થી વધારીને 1000 કરવા અને રાજ્યસભાની બેઠકોમાં પણ વધારો કરવા હિમાયત કરી : પ્રણવદાએ કહ્યું કે દેશમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે મતદાતાઓની સંખ્યા નિર્ધારિત કરતા ઘણી વધારે છે : પ્રણવ મુખરજીએ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અટલ બિહારી વાજપેય સ્મૃતિ વ્યાખ્યાનમાં સતાધારી પાર્ટીને બહુસંખ્યકવાદ વિરુદ્ધ સતર્ક કર્યા હતા : તેઓએ કહ્યું કે લોકોએ બહુમતી આપી હશે પરંતુ મોટાભાગના મતદારોએ કોઈ એક પાર્ટીને ક્યારેય સમર્થન કર્યું નથી access_time 1:04 am IST

  • મિસ વર્લ્ડનો તાજ જમૈકાની 23 વર્ષીય યુવતિ ટોની એન.સિંહના શિરે : ભારતની સુંદરી સુમન રાવ ત્રીજા ક્રમે : લંડનમાં યોજાઈ ગયેલી સૌંદર્ય સ્પર્ધા access_time 8:17 pm IST

  • અમદાવાદમાં મેટ્રો રેલના સળીયાની ચોરી કરતો એક યુવાન ઝડપાયો : બીજો ફરાર : મેટ્રો રેલની સાઇટ પર ફરી એક વખત ચોરીનો બનાવ બન્યો : સુપરવાઇઝર મનોજસિંઘ સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન પાલડી જલારામ મંદિર સામે એક યુવાન ચોરી કરતા ઝડપાયો access_time 12:28 am IST