Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

નવાગામ આણંદપરમાં જુગાર રમતા છ શખ્સો પકડાયા

વિપુલ, હરેશ, ભલો, અશ્વીન, ગોૈરીશંકર અને ચતુરની ધરપકડ

રાજકોટ તા ૧૬  :  કુવાડવા રોડ નવાગામ આણંદપરમાં કુવાડવા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ,કડી લીધા છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. કે ઝાલા તથા હેડ કોન્સ. બી.ડી. ભરવાડ, અજીતભાઇ લોખીલ, મનીષભાઇ તથા દીલીપભાઇ બોરીચા સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે નવાગામ આણંદપર માલધારી કોમ્પ્લેક્ષની બાજુમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નવાગામ આણંદપરના વિપુલ ઘોઘાભાઇ ઝાપડા (ઉ.વ.૨૮), હરેશ વીહાભાઇ પલાળીયા (ઉ.વ.૨૭), ભલા રૂડાભાઇ ઝાપડા (ઉ.વ.૩૦), અશ્વીન પોલાભાઇ ભાટીયા(ઉ.વ.૩૬), ગોૈરીશંકર મોહનશંકર શાહ (ઉ.વ.૪૦), અને ચતુર શીવાભાઇ પલાળીયા (ઉ.વ.૨૮)ને પકડી લઇ રૂા ૧૩,૦૫૦ ની રોકડ સહીતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી. (

(3:51 pm IST)
  • પશ્ચિમ બંગાળના માલદા, દિના પૂર, મુર્શિદાબાદ ,હાવરા, 24 પરગણા સહિતના અશાંત વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે access_time 6:23 pm IST

  • અમદાવાદની જુની વાડીલાલ સારાભાઇ(vs)હોસ્પિટલ તોડવા પર સ્ટેઃ વધુ સુનાવણી શુક્રવારેઃ હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો access_time 11:38 am IST

  • ગુજરાતમાં સૌથી વધુ હિંદુ લોકોએ ધર્મ પરિવર્તનકરવા માટે અરજી કરી: રાજ્ય સરકારનો ખુલાસો : કુલ 1758 નાગરિકોએ ધર્મ પરિવર્તન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગી access_time 12:29 am IST