Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

રીક્ષામાં બીયરનો જથ્થો મૂકી નાસી જવાના કેસમાં આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા. ૧૬ : રાજકોટ શહેર લાખાજીરાજ પર રહેતા આકાશ બચુ માલાણી પોતાના કબ્જામાં રીક્ષામાં બીયરનો જથ્થો ત્રણ પેટી નવા થોરાળા પાસેથી નીકળી ડીલવરી કરવા જતા નવા થોરાળા પોલીસને મળેલ બાતમીને અનુસંધાને વોચમાં રહેતા પોલીસને જોઇ આકાશ બચુ માલાણી રહે. લાખાજીરાજ, શ્રમજીવી સોસાયટી વાળો ભાગી જતા પોલીસે વાહન કબ્જે કરી ગુન્હો રજી. કરતા જે અંગે ધરપકડની દહેશતથી રાજકોટ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા જામીન અરજી નામંજુર જતા જે હુકમ સામે આરોપીએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા હાઇકોર્ટે ગુન્હાની સજાની જોગવાઇ જોતા જે.એમ.એફ.સી. ટ્રાયેબલ હોય જે ગ્રાઉન્ડ પર દલીલ કરતા હાઇકોર્ટે પોલીસ ધરપકડ કરે તો તુરંત આગોતરા જામીન પર છોડવા હુકમ કરેલ હતો.

આ કામમાં અરજદાર આરોપી તરફે ગુજરાત હાઇકોર્ટમાં વકીલ તરીકે શ્રી સિદ્ધાર્થ શર્મા તથા રાજકોટ ખાતે વકીલ તરીકે શ્રી રોહિતભાઇ બી. ઘીયા તથા કિરીટસિંહ જાડેજા તથા ચેતન આર. ચભાડીયા રોકાયેલા હતાં. (૮.૧૮)

 

(3:51 pm IST)