Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

બેંકમાં પુરતુ ભંડોળ હોવા છતા હપ્‍તો ઓટો ડેબીટ નહિ થતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ

રાજકોટ,તા.૧૬: રાજકોટના સુપ્રધ્‍ધિ ભકિત ટેકનોકાસ્‍ટ ઇન્‍ડ. ના ભાગીદાર કેતન રૈયાણી  દ્વારા આઇ. સી. આઇ. સી. આઇ. બેન્‍ક રણછોડનગર બ્રાંચ તથા શ્રી રામ સીટી યુનીયન ફાઇનાન્‍સ દ્વારા ફરીયાદીના કરન્‍ટ એકાઉન્‍ડમાં પુરતુ ભંડોળ હોવા છતાં એકાઉન્‍ટમાંથી શ્રી રામ સીટી  યુનીયન ફાઇનાન્‍સમાંથી લીધેલ લોનનો ત્રણ હપ્‍તા ઓટો ડેબીટ ન થતાં સીબીલ સ્‍કોરમાં ખુબ જ માઠી  અસર પડતા ભકિત ટેકનોકાસ્‍ટ ના ભાગીદાર કેતન રૈયાણી દ્વારા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરીયાદ કરેલ છે.

બનાવની ટુંકી હકિકત જોઇએ તો,  ફરીયાદી કેતન રૈયાણી દ્વારા શ્રી રામ સીટી યુનીયન ફાઇનાન્‍સ પાસેથી તા.૨૯/૦૯/૨૧ ના રોજ રકમ રૂ.૮,૩૦,૦૦૦/- લોન લીધેલ હતી તથા આ લોનના માસીક હપ્‍તા ફરીયાદીના આઇ. સી. આઇ.સી.આઇ. બેન્‍કના કરન્‍ટ એકાઉન્‍ટમાંથી ઓટો ડેબીટ કરવા અંગેના એગ્રીમેન્‍ટ કરેલ હતો. પરંતુગત જાન્‍યુઆરી મહિનાથી ફરીયાદીના એકાઉન્‍ટમાં પુરતી બેલેન્‍સ હોવા છતાં આઇ. સી. આઇ. સી. આઇ. બેંકના કરન્‍ટ એકાઉન્‍ટમાંથી બેન્‍ક ક્ષતિઓના કારણે  ઓટો ડેબીટ ન થતા ફરીયાદીના સીબીલ સ્‍કોર પર ખુબ જ માઠી અસર પડેલ ફરીયાદીની અન્‍ય બેંક પાસેથી રૂ.૭૦,૦૦,૦૦૦/- ની લોન ધંધાના ઉત્‍કર્ષ માટે એપલાય કરેલ પરંતુ ઉપરોકત આઇ.સી.આઇ.સી.આઇ. બેંક તથા શ્રી રામ સીટી યુનીયન ફાઇનાન્‍સની ટેકનીકલ ખામીના કારણે સીબીલ રેકર્ડ ખરાબ થતા હાલની લોન રીજેકટ થયેલ હોય અને ફરીયાદી ધંધામાં નુકશાન થયેલ હોય તે લગતની ફરીયાદ કરી ઉપરોકત બેંક પાસે રૂ.૫૦,૦૦૦/- વળતર તથા રૂ. ૫,૦૦૦/- ફરીયાદ ખર્ચ અંગેદાદ માંગતી ફરીયાદ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરીયાદ કરેલ તથા ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા તથા શ્રી રામ સીટી  યુનીયન ફાઇનાન્‍સ લીમીટેડના જવાબદાર અધિકારી કોર્ટમાં હાજર થવા નોટીસ ફટકારવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી કેતન રૈયાણી વતી રાજકોટના જાણીતા બાલાજી એસોસીએટસના એડવોકેટ મિહીર પી.દાવડા, સહદેવ દુધાગરા, વિવેક ખુંટ, મયુર વેકરીયા, જય પિપળીયા,દશિત પિપળીયા, પાથ ધામેલીયા, પાર્થ  સંઘાણી, ભાવિક ફેફર તથા સહાયકમાં શુભમ દાવડા તથા રોનક વેકરીયા રોકાયેલા હતા.

(4:34 pm IST)