Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

પીરવાડી નજીક ટુવ્‍હીલર સ્‍લીપ થઇ જતાં વેલનાથપરાના દશરથ અને વિશાલને ઇજા

રાજકોટ તા. ૧૬: ગોંડલ રોડ પર પીરવાડી નજીક લિજ્જત પાપડ પાસે એક્‍ટીવા સ્‍લીપ થઇ જતાં મોરબી રોડ વેલનાથપરામાં રહેતાં બે મિત્રો દશરથ રણછોડભાઇ પંચાસરા (ઉ.૨૧) અને વિશાલ સવજીભાઇ કોળી (ઉ.૨૨)ને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. બંને મિત્રો અન્‍ય એક મિત્રને મુકવા માટે શાપર ગયા હતાં. ત્‍યાંથી પરત આવતી વખતે વાહન સ્‍લીપ થઇ ગયું હતું. બંને મિત્રો ઇમિટેશનનું કામ કરે છે.

(4:44 pm IST)