Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

શહેર પોલીસની ‘શી' ટીમે બાળ દિનની ઉજવણી કરીઃ ગરીબ બાળકોને નવા કપડા-નાસ્‍તો આપ્‍યા

એસીપી આર. એસ. બારીયા, પીઆઇ બી. એમ. ઝણકાટની રાહબરીમાં ઉત્તર વિભાગની ટીમની કામગીરીઃ ઝૂપડપટ્ટીના બાળકો રાજી રાજી થઇ ગયા

રાજકોટઃ શહેર પોલીસની ‘શી' ટીમ દ્વારા બાળદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ટીમના કોન્‍સ. પ્રિયંકાદેવી કિરીટસિંહ, પૂજાબેન સમીરભાઇ, ઉર્મિલાબેન ધીરૂભાઇ અને દિપીકાબેન કચરાભાઇએ પેટ્રોલીંગ દરમિયાન માલિયાસણ પાસેની ઝૂપડપટ્ટીની મુલાકાત લઇ બાળકોને નવા કપડા, ચોકલેટ, બિસ્‍કીટ સહિતનો નાસ્‍તો આપ્‍યો હતો. આ કારણે ગરીબ પરિવારના બાળકો ખુબ જ રાજી થઇ ગયા હતાં. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી ટ્રાફિકશ્રી પૂજા યાદવ, એસીપી મહિલાસેલશ્રી આર. એસ. બારીયાએ મહિલાઓને લગતા ઘરેલુ હિંસાના બનાવ, છેડતીના બનાવ કે સિનીયર સિટીઝનના પ્રશ્નો હોય તો તાકીદે નિરાકરણ લાવવું અને શી ટીમની કામગીરીથી લોકોને માહિતગાર કરવા સુચના આપી હોઇ પીઆઇ બી. એમ. ઝણકાટની રાહબરીમાં શી ટીમ ઉત્તર વિભાગ દ્વારા આ કામગીરી થઇ હતી. જેની ઉચ્‍ચ અધિકારીઓએ પ્રશંસા કરી હતી.

(4:30 pm IST)