Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

ઇકબાલ શેખે લોટરી બજારમાં ઝેર પીધું: માસીજી હેરાન કરતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૬: કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ શહિદ ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં ઇકબાલ બચુભાઇ શેખ (ઉ.વ.૩૬) નામના યુવાને સાંજે આઠેક વાગ્‍યે જુની લોટરી બજારમાં ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

ઇકબાલ ત્રણથ ભાઇ અને બે બહેનમાં ચોથા નંબરે છે અને સંતાનમાં ત્રણ પુત્રી છે. તેણે આક્ષેપ કર્યો હતો કે માસીજી સાસુ સાથે મનદુઃખ ચાલતું હોઇ તેના કારણે તે વારંવાર ઝઘડા કરી હેરાન કરે છે અને ગઇકાલે પણ લાફો મારી લેતાં માઠુ લાગી જતાં પોતે આ પગલુ ભરી ગયો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

જંગલેશ્વરના શબ્‍બીરે પેટની બિમારીને લીધે ફિનાઇલ પીધી

બીજા બનાવમાં જંગલેશ્વર તવક્કલ ચોકમાં રહેતાં શબ્‍બીર કરીમભાઇ સમા (ઉ.વ.૨૫) નામના યુવાને સાંજે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. પેટમાં પાણી ભરાઇ જવાની બિમારી હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. શબ્‍બીરને આગલા ઘરના ત્રણ પુત્ર અને બીજા લગ્નથી એક પુત્રી છે. બનાવ અંગે ભક્‍તિનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. 

(4:29 pm IST)