Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

ઇન્‍ડિયન લાયન્‍સ દ્વારા તમામ કલબના સભ્‍યો માટે યોજાયો સ્‍નેહ મિલન સમારોહ

રાજકોટ : ઇન્‍ડિયન લાયન્‍સ રાજકોટની તમામ કલબ માટે સહપરિવાર સ્‍નેહ મિલન સમારોહ તાજેતરમાં બી. જી. ગરૈયા આયુર્વેદ અને હોમીયોપેથીક કોલેજ કાળીપાટ ખાતે યોજાય ગયો. રાજકોટ ઇન્‍ડિયન લાયન્‍સ વાયબ્રન્‍ટ, ઇન્‍ડિયન લાયન્‍સ ઉડાન, ઇન્‍ડિયન લાયન્‍સ અચીવર્સ, ઇન્‍ડિયન લાયન્‍સ ફ્રેન્‍ડસ, ઇન્‍ડિયન લાયન્‍સ લીયોના સંયુકત ઉપક્રમે આયોજીત આ સમારોહમાં ઇન્‍ડિયન લાયન્‍સના ચીફ પેટ્રોન હિતેષભાઇ પંડયા (એડી. પી.આર.ઓ. ટુ સી.એમ.) ખાસ ઉપસ્‍થિત રહેલ અને મેમ્‍બરોને શુભકામનાઓ પાઠવી હતી. વંદે માતરમ ગાન સાથે કાર્યક્રમની શરૂઆત બાદ ભારત માતાનું પૂજન કરવામાં આવ્‍યુ હતુ. રાજકોટની તમામ લાયન્‍સ કલબના આશરે ૨૩૫ જેટલા સભ્‍યો સહપરિવાર ઉપસ્‍થિત રહ્યા હતા. આ તમામના મનોરંજન માટે રમત ગમતમાં મ્‍યુઝીકલ ચેર, લીમ્‍બુ ચમચી, દેડકા દોડ, કપલ સાઇડ રેસ, દોરડા ખેંચ જેવી રમતો રમાડવામાં આવેલ. વિજેતાઓને ઇનામો અપાયા હતા. રાસ ગરબા, લાઇવ પાણીપુરીનો આનંદ પણ સૌએ લુંટયો હતો. આ સ્‍નેહ મિલનમાં સૌ.યુનિ.ના પૂર્વ કુલપતિ કલ્‍પકભાઇ ત્રિવેદી, નેશનલ વાઇસ ચેરમેન વનરાજભાઇ ગરૈયા, નેશનલ પ્રોજેકટ ડીરેકટર કૌશિકભાઇ ટાંક, નેશનલ જોઇન્‍ટ સેક્રેટરી શ્રીમતી શોભનાબા ઝાલા, વેસ્‍ટ સેકટર ચેરમેન મયુરભાઇ પાટડીયા ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમના ઇન્‍ચાર્જ તરીકે રાજેશભાઇ સોલંકી અને આશાબેન ભટ્ટીની નિમણુંક કરાઇ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એભલભાઇ ગરૈયા, હીનાબેન રામાણી, રીટાબેન ચૌહાણ, જાગૃતીબેન ખીમાણી, માયાબેન દતાણી, ભારતીબેન કારીયા, નીરવભાઇ સોલંકી, જીજ્ઞેશભાઇ રામાવત, જગદીશભાઇ મિષાી, હસમુખભાઇ કાચા, હસમુખભાઇ ગણાત્રા, પ્રાગજીભાઇ ગડારા, રવિભાઇ આહીર, જાગૃતભાઇ ઝીંઝુવાડીયા, જયેશભાઇ જાની, અક્ષયભાઇ અજાગીયા, ભાવેશભાઇ ગેરીયા, સૌરભભાઇ કાચા, મિનલબેન પરમાર, પ્રશાંતભાઇ લાઠીગ્રા, પરેશભાઇ ખોખરે જહેમત ઉઠાવી હતી.

 

(4:26 pm IST)